વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ કપડાની દુકાનમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા ઘટના સ્થળે ફાયરની છ ગાડીઓ દ્વારા ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. આ આગ એકાએક ત્રણ કપડાની દુકાનમાં પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.
એક સાથે ત્રણ કપડાંની દુકાનો આગની લપેટમાં : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી શંખેશ્વર ટ્રેડિંગ કયું ,શાહ મનીલાલ ડાયાભાઈ અને ગણેશ રેડીમેટ કપડાની દુકાનમાં એકાએક આગ પ્રસરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઇ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ચાર ફાયર સ્ટેશનથી ટીમો તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તેને કંટ્રોલ લેતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ આગને લઈ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ આગને લઈ પોલોસ વિભાગના અધિકારીઓ અને પાલિકાના સાતધીશોના સહિત નવનિયુક્ત મેયર નીલેશ રાઠોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો Vadodara Fire Accident: કોયલી ગ્રામ પંચાયતની કચેરીમાં ભીષણ આગ
અચાનક ધુમાડો દેખાતા ફાયરને જાણ કરી : આ અંગે વેપારી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મારી મણિલાલ ડાહ્યાભાઈ નામની દુકાન છે. મારા પુત્ર દ્વારા 10 વાગ્યાના અરસામાં દુકાન ખોલવામાં આવી હતી. અંદરથી અચાનક ધુમાડો દવાખાતા લોકો એકત્ર થયા હતા અને ફાયરને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક આવી ગયા હતા. ત્રણ કાપડની દુકાનમાં એક દુકાન બંધ હતી.
આ પણ વાંચો Vadodara Fire Accident: પાદરા હાઈવે પર BMW કારમાં આગ, લોકોમાં અફરાતફરી
આગ કાબુમાં આવી ગઈ : આ અંગે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નવા બજાર વિસ્તારમાં ત્રણ કપડાની દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આગ કાબીમાં લેવા માટે કુલ 6 ગાડીઓ અલગ અલગ ફાયર સ્ટેશન દ્વારા બોલાવવામાં આવી છે. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. ધુમાડા કાઢવા માટે હાલમાં વેન્ટિલેશન ચાલી રહ્યું છે.