વડોદરા : વડોદરા શહેર પોલીસ દ્વારા "ઓપરેશન ક્રેક ડાઉન" અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે રાત્રે શહેર એસ ઓ જી દ્વારા મુંબઈના ડ્રગ્સ સપ્લાયર અને વડોદરાના એક ઈસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી 292 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 29.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે એસ.ઓ.જી દ્વારા જે પી પોલીસ મથકમાં એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે રેડ કરી : વડોદરા શહેર એસઓજીના એ.એસ.આઈ જાહિદઅલી કાસમઅલીને ચોક્કસ બાતમી મળી હતી કે ઇમરાન ખાન એમડી ડ્રગનો વેપાર કરે છે. તેને માલ આપવા માટે મુંબઈથી એક આવેલો છે. હાલમાં આ બંને ઈસમો શહેરના તાંદલજા વિસ્તારમાં ભાડાના મકાનમાં હાજર છે. જે બાતમીના આધારે એસ ઓ જી દ્વારા સરકારી પંચો અને સ્ટાફ સાથે રાખી રેડ કરવામાં આવી હતી. આ દરમ્યાન બંને ઈસમો ભાડાના મકાનમાંથી મળી આવ્યા હતા અને તેઓ તથા ઘરની તલાશી લેતા ગેરકાયદેસર રીતે વેંચતા માદક પદાર્થનો જથ્થો એસઓજીને મળી આવ્યો હતો. દરમ્યાન એસઓજી દ્વારા બંને ઇસમોની ઝડપી જે પી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી તો અન્ય એક ઈસમ નિગ્રો જાતિનો વોન્ટેડ જાહેર કરવાં આવ્યો છે.
આ પણ વાંચો Ahmedabad Crime News : ડ્રગ્સ હબ નાગોરથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં ડિલિવરી કરવા આવેલો શખ્સ ઝડપાયો
આરોપી અને મુદ્દામાલ : એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવેલ બે ઈસમોમાં (1) ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો મહેમુદખાન પઠાણ (ઉંમર વર્ષ 40 રહે. મોઈન એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ,નવાબવાડા ,રાવપુરા વડોદરા).(2) સલીમ ઈમ્તિયાઝ શેખ (ઉંમર વર્ષ 45 રહે. મકાન નંબર 05, ઠાકુરપાડા, થાના મુંબ્બરા,થાણે મહારાષ્ટ્ર) અને અન્ય એક ઈસમ નિગ્રો જાતિનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઇમરાનખાન પઠાણ પાસેથી એમ ડી ડ્રગ્સ 292 ગ્રામ જેની કિંમત રૂપિયા 29 લાખ 20 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે તો બંને પાસેથી અન્ય રોકડ રકમ, મોબાઈલ સહિત 32 લાખ 20 હજાર 200 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો Vadodara Crime: 3 કિલો ચરસ ઝડપાયું, કોઈને ખબર ન પડે ભર્યો હતો સ્ટોક
શકમંદ ઇસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો : આ મામલે એસઓજી પી આઈ સી બી ટંડેલે જણાવ્યું કે ઘણા સમયથી શકમંદ ઈસમો અલગ તારવવામાં આવ્યા છે અને તેઓ પર પહેલેથી જ નજર હતી. સતત તેના પર નજર રાખી બાતમી મળતા રેડ કરી હતી. તેઓ પાસેથી માદક પાદાર્થ પણ મળી આવ્યું છે. જેના આધારે ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી છે. અન્ય એક ઈસમ વોન્ટેડ છે તેને તાત્કાલિક ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.