આ મળતી માહિતી મુજબ વડોદરા DEO કચેરીની ટીમોએ અંદાજે 30 થી વધુ સ્કૂલોની ચકાસણી કરી હતી. આ સ્કૂલો પૈકી મોટા ભાગની સ્કૂલોને ફાયર સેફ્ટીના અભાવની સાથે બીજા સુરક્ષાના મુદ્દા પર નોટિસ આપીને ત્રણ દિવસમાં તેનો જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વડોદરા DEO કચેરી દ્વારા આગામી ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં અંદાજે 50 થી વધુ શાળાઓને નોટીસ અપાઈ છે.
સાવલીની 2 સ્કૂલોને બંધ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. DEO કચેરી દ્વારા સ્કૂલોને સુરક્ષાના તમામ નિયમોનું કડક રીતે પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી રહી છે અને સ્કૂલમાં ફાયર સેફ્ટીના ઉપકરણો લગાવવા માટેના આદેશો પણ અપાયા છે. જે સ્કૂલો આદેશોનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.