ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારના ટપાલ મતો-પોસ્ટલ બેલેટસની ક્ષતિરહિત ગણતરી માટે ETPBSની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેની લાઇવ પ્રેક્ટીકલ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર મતગણતરી કેન્દ્રના સર્વેલન્સ માટેના CCTV કેમેરા કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને વ્યવ્સ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
મતગણતરી કેન્દ્ર ખાતે પેરામિલેટ્રી ફોર્સ અને શહેર પોલીસ દળ સહિતના ગણવેશધારી દળો દ્વારા કડક બહુસ્તરીય સુરક્ષા પ્રબંધો કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સલામતીની તમામ તકેદારીઓ શહેર પોલીસના સહયોગથી લેવામાં આવી રહી છે. પારદર્શક અને ક્ષતિરહિત મતગણતરી માટે ભારતના ચૂંટણીપંચે મહત્વની સૂચનાઓ આપી હતી.સુવિધા એપ દ્વારા કાઉન્ટીંગ સેન્ટરના મીડિયા રૂમમાં પ્રત્યેક રાઉન્ડની માહિતી ડિસ્પ્લે થાય અને જાહેર પ્રસારણ દ્વારા લોકોને માહિતી આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. દરેક વિધાનસભા બેઠક દીઠ 5 VVPATની ગણતરી કરવામાં આવશે.