વડોદરા: કોરોનાની સંભવિત લહેર સામે સાવચેતી અને તૈયારીના પગલાં લેવા માટે કલેક્ટર અતુલ ગોરે (vadodara district collector atul gor) ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજી હાલમાં કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી (Collector Holds Task Force Meeting on covid) હતી. આરોગ્યલક્ષી વ્યવસ્થાપન અંગે તેમણે જીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
ખાસ કેમ્પ યોજવા સૂચન: કલેક્ટર અતુલ ગોરે આરોગ્ય અમલદારોને સૂચના (vadodara district collector atul gor) આપતા કહ્યું કે, સંભવિત લહેર સામે સુરક્ષા કવચ મળી રહે તે હેતુંથી બાકી રહી ગયેલા તમામ આરોગ્યકર્મીઓ, અગ્રીમ હરોળના કર્મયોગીઓ અને કોમોર્બિડ નાગરિકોને પ્રિકોશન ડોઝ અગ્રતાના ધોરણે આપવાની કામગીરી હાથ ધરવાની રહેશે. અગ્રીમ હરોળના કર્મયોગીઓ માટે પ્રિકોશન ડોઝ માટે ખાસ કેમ્પ યોજવા (special camp for Precautionary dose) પણ તેમણે સૂચના આપી છે.
જિલ્લામાં 1840 બેડ: કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, જિલ્લામાં 506 આઇસોલેશન બેડ,1059 ઓક્સીજન બેડ, 199 આઇસીયુ બેડ, 76 વેન્ટીલેટર બેડ, પાંચ લિટરના 218 ઓક્સીજન કોન્સ્ટ્રેટર, દસ લિટર 129 ઓક્સીજન કોન્સ્ટ્રેટર, 576ઓક્સીજન સિલિન્ડર અને જિલ્લામાં 11 પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. જિલ્લામાં કુલ 1840 બેડ, ઓક્સીજન પૂરૂ પાડતા 911 સંસાધનો ઉપલબ્ધ છે. તેની સાથે જરૂરી દવાનો જથ્થો પણ છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ત્યારે, નાગરિકોએ પણ કોરોના સામે સાવચેતી રાખવા કોવિડ એપ્રોપ્રિએટ વર્તન રાખે એ અપેક્ષિત (all preparation done for covid) છે.
આ પણ વાંચો કોરોનાના XBB.1.5 વેરિયન્ટના અમદાવાદમાં 2 અને આણંદમાં 1 કેસ
ઘરે ઘરે જઈ આરોગ્યની ચકાસણી: આ બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી એટલે કે, ડિસેમ્બર-2022 સુધીમાં કોરોનાના 12,582 કેસ નોંધાયા હતા. જે પૈકી 12,564 દર્દીઓ સાજા થઇ ગયા હતા. વડોદરા જિલ્લામાં 14,61,132 લોકો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કોરોના પોઝિવિટી રેશિયો 4.62 ટકા નોંધાયો હતો. જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 1,707 આરટીપીસીઆર અને 1,168 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત જણાયા નથી. જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઇને આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી (door to door health check up by health team) છે.
આ પણ વાંચો ગુજરાતમાં 3 અને ભારતમાં કુલ 5 XBB.1.5 વેરિઅન્ટના કેસ મળ્યા: INSACOG
કુલ 214 સર્વેલન્સ ટીમ: વડોદરા જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં 13 અને ગ્રામ્યમાં 201 સહિત કુલ 214 સર્વેલન્સ ટીમો 8,54,190 નાગરિકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી સામાન્ય તાવના 430 , ઋતુગત શરદી ઉધરસના 2,482 કેસો નોંધાયા હતા. જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, તબીબી અમલદારો ઉપસ્થિત રહ્યા (Surveillance team for corona situation) હતા.