વડોદરા અત્યારના સમયમાં પ્રેમ સંબંધ કેટલા નાજૂક થઈ ગયા છે. તે અનેક ઘટનાઓથી ખબર (Vadodara Crime News today) પડે છે. કેટલીક વાર તો પ્રેમીઓ એકબીજાની હત્યા (woman kills lover case) કરવા સુધીનું પગલું ભરી લે છે. આવું જ એક પગલું ભર્યું છે ડભોઈમાં પ્રેમિકાએ. અહીં ડભોઈ તાલુકાના શીતપુર ગામમાં (Shitpur Village Dabhoi ) રહેતા જયેશ રોહિત નામના યુવકની હત્યા તેની જ પ્રેમિકા અને પ્રેમિકાના પૂત્રએ કરી હોવાનું સામે આવ્યું હતું. આ બંનેએ મૃતકની હત્યા કરી તેનો મૃતદેહ મકાનના વાડામાં ફેંકી દીધો હતો. જોકે, સમગ્ર ઘટના બનતા નવીનગરી અને શીતપુર ગામના રહીશોમાં કોલાહલ મચ્યો હતો.
જયેશ રોહિતના કૈલાશબેન સાથેના ગાઢ સંબંધ આ અંગે મળતી માહિતી અનુસાર, મૃતક જયેશ રોહિત ઘણા સમયથી ગામમાં રહેતા (Shitpur Village Dabhoi) પરિણીત કૈલાસ વસાવાના ઘરે અવરજવર કરતા હતા. તે બંનેના ગાઢ સંબંધ પણ હતાં તેવું ગામના લોકોએ જણાવ્યું હતું. છેલ્લા 4-5 દિવસથી જયેશભાઈ અને કૈલાસબેન વસાવાની વચ્ચે તકરાર ચાલતી હતી. આ જ તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આરોપીએ ઘરે જ કરી હત્યા મૃતક જયેશભાઈ કૈલાસબેનના ઘરે ગયા ત્યારે એકાએક બૂમાબૂમ અને અવાજ આવવા લાગ્યો હતો, જેથી આસપાસના રહીશો અને જયેશભાઈના કાકાએ ભેગા થઈ સ્થળ પર ગયા હતા. ત્યાં જઈને જોયું તો આરોપી કૈલાસ વસાવાએ ઘરના પાછળના વાડાના ભાગે જયેશભાઈનું મોઢું દબાવી રાખ્યું હતું (woman kills lover case) અને તેનો પૂત્ર વિક્રમ મૃતકને લાકડીના ઘા મારી રહ્યો હતો. આ સમગ્ર ઘટના તેમના કાકા અંબાલાલ માવજીભાઈ રોહિતે જોઈ લીધું હતું અને કૈલાસબેન અને અજયે ભેગા મળીને તેમના ભત્રીજા જયેશભાઈને મારી નાખ્યો હોવાની હકીકત તેમણે ડભોઈ પોલીસ સ્ટેશનમાં (Dabhoi Police Station) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
ગામજનોએ કરી પોલીસને જાણ આ સમગ્ર ઘટનાની જાણ ગામના રહીશો દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનમાં (Dabhoi Police Station) કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ શીતપુર ગામે (Shitpur Village Dabhoi) પહોંચી હતી. તેમ જ સ્થળ ઉપર બનાવ અંગે તપાસ (Dabhoi Police Station investigation) આદરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમ જ ડભોઈ પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી વિગતે તપાસ હાથ ધરી છે. વધુમાં ડભોઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ રિપોર્ટ મેળવ્યા બાદ મૃતકનાં પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા ડભોઇ નગર અને તાલુકામાં ચકચાર મચી હતી.