ETV Bharat / state

Vadodara Crime : સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ કૌભાંડનો મામલો, વડોદરા કોર્પોરેશનના 3 કર્મીઓની ધરપકડ - વ્હાઇટ હાઉસ કૌભાંડ આરોપીઓ

વડોદરામાં સરકારી જમીન પર વ્હાઈટ હાઉસ સ્કીમના કૌભાંડમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણ કર્મચારીઓની 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના મામલામાં સંડોવણી બહાર આવી હતી.

Vadodara Crime : સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ કૌભાંડનો મામલો, વડોદરા કોર્પોરેશનના 3 કર્મીઓની ધરપકડ

author img

By

Published : Feb 8, 2023, 4:39 PM IST

ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણ કર્મચારીઓની 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના મામલામાં સંડોવણી

વડોદરા : વ્હાઇટ હાઉસ નામના વૈભવી બંગલાની સ્કીમ માટે સરકારી જમીન પચાવી પાડવાના મામલામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ દરમિયાન વડોદરા કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓની મદદગારી સામે આવતાં ત્રણ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના જે તે સમયના ડેપ્યુટી ટાઉન ડેવલોપિંગ ઓફિસર, જુનિયર ક્લાર્ક તથા ડ્રાફ્ટ મેનની ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.

આ પણ વાંચો Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

100 કરોડ રૂપિયાની સરકારી જમીન પચાવી : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાસે આવેલી 100 કરોડ રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે પાલિકાના ટાઉન પ્લાનિંગ ખાતાના ત્રણ કર્મચારીઓને દબોચી લીધા હતાં. વ્હાઇટ હાઉસ કૌભાંડ આરોપીઓે પૈકી એકની તબિયત લથડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કર્મીની સઘન તપાસ માટે એસીપી ક્રાઈમ પણ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં.

સરકારી જમીન પર વ્હાઈટ હાઉસ સ્કીમનું કૌભાંડ : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાસે સરકારી જમીન આવેલી છે. આ જમીન પર વ્હાઈટ હાઉસ નામે વૈભવી બંગલા અને મકાનો બનાવી વેચી દેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ બનાવની તપાસ દરમિયાન વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણ કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે શના કાંતિભાઈ તડવી સહિત ત્રણની ધરપકડ કરી હતી. ગત રાત્રે પૂછપરછ દરમિયાન શના તડવીની તબિયત લથડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યાં તેની તપાસ માટે એસીપી ક્રાઈમ પણ પહોંચી ગયા છે.

આ પણ વાંચો 100 crore Government Land Scam : સંજયસિંહ પાસે મળેલું એફ ફોર્મ ખોટું, કલેક્ટરની માલિકી છતાં પ્લોટ ટાઇટલ ક્લિયર થયાં

કઇ રીતે એફ ફોર્મની ગેરરીતિ થઇ : એસીપી ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડે જણાવ્યું કે ગઈ 20 જાન્યુઆરીના રોજ ડીસીપી પોલીસ સ્ટેશનમાં જે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમાં એફઆઈઆર મુજબના ત્રણ આરોપીઓને જેતે વખતે અરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપ્યા હતાં. એ ગુનાની વધુ તપાસમાં જે સિટી સર્વેમાં નામ ખોટી રીતે એડ કરવામાં આવ્યું છે અને એના માટે કોર્પોરેશનના કર્મચારીઓ તરફથી ફોર્મ F આપવામાં આવેલું હતું. એ કર્મચારીઓને આજરોજ એ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવ્યા છે. એ આરોપીઓમાં જુનિયર ક્લાર્ક છે નિર્મલકુમાર નટવરલાલ કટારીયા કે જેમને F ફોર્મ તૈયાર કરેલું અને શનુભાઈ કાંતિભાઈ તડવી કે જેણેે F ફોર્મ ચેક કરેલું અને ફાઇનલ ઓથોરિટી તરીકે ડેપ્યુટી ટીટીઓ સોહમભાઈ નાનુભાઈ પટેલ તરફથી આ ફોર્મ ઇસ્યુ કરવામાં આવેલું અને જેનો ઉપયોગ સિટી સર્વેમાં થયેલો અને જેને કારણે બચ્ચુભાઈ માંહેજીભાઈનું ખોટું નામ ઉમેરો કરવામાં આવેલું એવી હકીકત બહાર આવી છે. આ ત્રણે આરોપીઓની ધરપકડ કરીને ત્રણે સામે કાર્યવાહી ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.