વડોદરા: વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અચાનક દરોડા પાડતા બુટલેગર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. દારૂના કટિંગ સમયે જ દરોડો પાડી બે કાર, બે ટુવ્હિલર અને 372 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય વડોદરાની મુલાકાતે હતા તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ પણ હાજર રહી આ કામગીરી કરી હતી.
આ પણ વાંચો Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરાની શી ટીમે આપ્યો મેથીપાક
બાતમીના આધારે કામગીરી: સ્ટેટ મોનિટરિંગ સેલના એ એસ આઈ ધર્મરાજસિંહ પરાક્રમસિંહ ભાટીને બાતમી મળી હતી કે, વારસીયા ધોબી તળાવ પાસે હરિકૃપા ફ્લેટની સામે ખુલ્લી જગ્યામાં અજય આહુજા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા ત્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ટીમ પોહચતા જ કાર અને બાઇક પર સવાર ઈસમો ફરાર થઇ ગયા હતા. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર અને બાઇકમાંથી 1,78,290ની કિંમતની 372 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. સાથે જ 3.85 લાખ થી વધુ કિંમતના વાહન જપ્ત કર્યા છે.
આ પણ વાંચો Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ
મુખ્ય આરોપી ફરાર: સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન મુખ્ય આરોપી અજય અહુજા તેમજ અન્ય વાહનોમાં દારૂ લેવા આવેલ શખ્સો ફરાર થઇ ગયા હતા. જેથી તેમની સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કારમાંથી એક કાર અમદાવાદ પાસિંગની છે. જેના પર સોસાયટીમાં પ્રવેશતા પૂર્વે તે સોસાયટીના રહીશ છો કે કેમ તે બાબતે સિમ્બોલ પણ હતો.
જાહેર કરાયું હતું: વડોદરા શહેરનું વરસિયા પોલોસ માથાકને દેશનું સાતમા અને રાજ્યનું આગવું પોલોસ મથક જાહેર કરવામાં આવ્યું હતું. ગત જાન્યુઆરી મહિનામાં જ વારસિયા પોલીસ સ્ટેશનને ગુનાના ડિટેક્શનની કામગીરી, ગુના પ્રિવેન્શનની કામગીરી, સ્વચ્છતા, વર્તણુક અને રેકોર્ડની જાળવણી માટે દેશના સાતમું અને ગુજરાતનું નંબર વન પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું.