ETV Bharat / state

Vadodara Crime : ટ્યૂશન કલાસીસ સંચાલિકા દ્વારા વિદ્યાર્થિનીને પ્રતાડિત કરાઇ, વાડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ - વિદ્યાર્થિનીને વાળ ખેંચી બાથરુમમાં પૂરી દેવા ધમકી

વડોદરાના વાડી વિસ્તારમાં રચિત ટ્યૂશન ક્લાસીસના સંચાલિકા દ્વારા વિદ્યાર્થિનીને પ્રતાડિત કરવામાં આવી હોવાનો બનાવ નોંધાવા પામ્યો છે. વિદ્યાર્થિનીને વાળ ખેંચી બાથરુમમાં પૂરી દેવા ધમકી આપવા અને ક્લાસીસમાંથી કાઢી મૂકવા અંગે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Vadodara Crime : ટ્યૂશન કલાસીસ સંચાલિકા દ્વારા વિદ્યાર્થિનીને પ્રતાડિત કરાઇ, વાડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Feb 14, 2023, 7:11 PM IST

વિદ્યાર્થિનીનાં માતાએ ફરિયાદ નોંધાવી છે

વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં આવેલ રચિત ટ્યૂશન ક્લાસીસમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીને ઉત્તરાયણના દિવસે તારા ઘરે કોણ આવ્યું હતું અને શું વાતો કરી હતી? તેમ કહી વાળ ખેંચી બાથરૂમમાં પૂરી દેવાની ધમકી આપતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. આ ઘટના અંગે શિક્ષિકાને પૂછતા ઝઘડો કરી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મુકી હતી.ત્યારે રચિત ટ્યૂશન ક્લાસીસ શિક્ષકનો વિદ્યાર્થિનીને ત્રાસ અંગે વિદ્યાર્થિનીની માતાએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ટ્યુશન કલાસીસ શિક્ષિકાની ધમકી : શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી વિદ્યાર્થીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર મારી 11 વર્ષની દીકરી વાડી વિસ્તારની વાયડા પોળ ખાતેના રચિત ટ્યૂશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે. જે ટ્યુશન ક્લાસીસ ઉર્વી સોની ચલાવે છે. 18 જાન્યુઆરીના રોજ દીકરીએ જણાવ્યું હતું કે ઉતરાયણના દિવસે તમારા ઘરે કોણ આવ્યું હતું અને શું વાત થઈ હતી તે બાબત જણાવ નહીં તો તને વધુમાં પૂરી દઈશ તેમ કહીને વાળ ખેંચી ગરદન પકડી મેડમે ધમકી આપી હતી.

આ પણ વાંચો સંસ્કારીનગરીમાં શિક્ષક ભૂલ્યો સંસ્કાર, શિષ્યાને પિવડાવ્યો સોમરસ

મેડમનો ડર લાગે છે : આ બાબતે વિદ્યાર્થિનીની માતાએ ઉર્વી સોનીને પૂછતા તમારી દીકરીને કંઈ આવડતું નથી તેમ જણાવી મારી સાથે ઝઘડો કર્યો હતો. આ મામલે ઉર્વી સોનીએ કહ્યું કે કાલથી તમારી બંને દીકરીઓને મારા ટ્યૂશન ક્લાસે મોકલશો નહીં. તેવું કહેતા મેં બંને દીકરીઓનો ટ્યૂશન ક્લાસ બંધ કરાવ્યો હતો. આ ઘટનાને લઇ રાત્રિના સમયે મારી દીકરી ઊંઘમાંથી ઉઠી જઇ રડવા લાગે છે અને તે ઉત્તરાયણ સમયનો બનાવ યાદ આવતા મેડમનો ડર લાગતો હોવાનું રાતમાં જણાવે છે.

વિદ્યાર્થીને ધમકી આપવા બાબતે માતાનું નિવેદન : આ અંગે માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ટ્યુશનમાં જતી હતી. ઉત્તરાયણના તહેવારના દિવસે બધા મિત્રો આવ્યા હતાં અને મારી દીકરીનું ગળુંં દબાવી પૂછ્યું હતું કે તારા ઘરે કોણ કોણ આવ્યું હતું. આ બાબતે દીકરીએ ના પાડતા તેને ગળું દબાવી અને ત્યારબાદ વાળથી ઘસડી અને બાથરૂમમાં પૂરી દીધી હતી. અને ત્યાર બાદ તે રાત્રે રડે છે અને કહે છે કે મેડમ મને મારે છે. ત્યાર બાદ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અમે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાડી પીઆઈ શું કહે છે : આ મામલે વાડી પીઆઇ ડી વી ઢોલાએ જણાવ્યું હતું કે હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ લેવામાં આવી છે અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી : આ ઘટનાને પગલે વિદ્યાર્થીની માતાએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે વાડી પોલીસે સ્ટેશન દ્વારા ક્લાસીસ સંચાલક વિરુદ્ધ ધાકધમકી તથા કિશોર ન્યાય બાળકોની સંભાળ અને સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર, નશામાં ધૂત શિક્ષકનો વિડીયો બહાર આવ્યો

અગાઉ પણ બે ઘટનાઓ સામે આવી : ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરના સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં અભ્યાસ કરાવતા વિદ્યાર્થીને શિક્ષકે થપ્પડ મારવા બાબતે શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક વિદ્યથીને પણ ઝેનીથ સ્કૂલમાં ફ્રી ન ભરવા મામલે બેસાડી રાખવામાં આવતા ડી ઇ ઓ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. આ ફરી એકવાર શિક્ષણ જગતમાં લાંછન સમાન કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. આ મામલે પણ ડીઇઓ દ્વારા પગલાં લેવાય છે કે કેમ તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.