ETV Bharat / state

Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો - Vadodara Crime News

વડોદરા જિલ્લાના સાવલી ખાતે પોલીસનાં જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે, ગરદિયા ગામની સીમમાં પ્રોનિયાક ફોર્જ એન્ડ ફલેન્જીસ નામનું બોર્ડનું મારેલ જગ્યાના કંપાઉન્ડની અંદરનાં ભાગે કેટલાક ઈસમો વાહનો સાથે આવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનુ કટીંગ કરનાર છે.

Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

author img

By

Published : Mar 5, 2023, 8:10 PM IST

વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

વડોદરા: તહેવારો નજીક આવતા જાય છે ત્યારે વિદેશી દારૂનો વેપલો કરતાં ઈસમોની જીગર ખુલી જતી હોય છે અને મોટાં જથ્થાની હેરાફેરી કરતાં હોય છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે પોલીસનાં જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે, ગરદિયા ગામની સીમમાં પ્રોનિયાક ફોર્જ એન્ડ ફલેન્જીસ નામનું બોર્ડનું મારેલ જગ્યાના કંપાઉન્ડની અંદરનાં ભાગે કેટલાક ઈસમો વાહનો સાથે આવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનુ કટીંગ કરનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે સમલાયા આઉટપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું.

પોલીસે રેઈડ કરતાં ફિલ્મી સ્ટાઇલમાં નાહભાગના દ્રશ્યો સર્જાયા: દરમિયાન ચોક્કસ બાતમીવાળી જગ્યાએ એમ કામળિયા સહિત પોલીસના જવાનોએ પંચોના માણસોને સાથે રાખીને રેઈડ કરતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સાવલી પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસનીના સિનિયર પી.એસ.આઇ. એ.એમ. કામળિયા દ્વારા રેઈડ બાબતે સુચના આપી દેવામાં આવી હતી અને તે સૂચનાના આધારે પંચના માણસોને સાથે રાખીને ચોક્કસ બાતમીવાળી જગ્યાએ કેટલાક ઈસમો વાહનો સાથે આવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો વેપલો કરતા હોય તેવી ચોક્કસ વાતની મળી હતી. જેને આધારે રેઈડ કરી હતી. સદર જગ્યાએ પોલીસના જવાનો અને પંચના માણસોએ પ્રવેશ કરી જોતા કંપનની અંદર ત્રણ ફોર વ્હીલર તેમજ એક મોટરસાયકલ જોવા મળી હતી અને ચારથી પાંચ ઈસમો આ વાહનોમાં વજનદાર બોક્સ મૂકતા હોય તેવું જણાઈ આવ્યું હતું. તેથી પોલીસના જવાનો અને પંચના માણસોને ઈશારો કરતા જ આ સમગ્ર કંમ્પાઉન્ડ વોલને કોડૅન કરવામાં આવી હતી. પરંતુ કંપાઉન્ડમાં નાસભાગનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમાં બે ઈસમો પકડાઈ ગયા હતા અને બાકીના ત્રણ ઇસમો દિવાલ કૂદીના અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતાં.

નંબર પ્લેટ વગરનું વાહન ઝડપાયું : સાવલી તાલુકામાં બનેલી ઘટનામાં ઝડપાયેલ બે ઈસમોની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામઠામ (૧). સંદીપભાઈ પ્રવીણભાઈ જયસ્વાલ (૨). સંદીપભાઈ ચંદ્રેશભાઇ જયસ્વાલ જણાવ્યુ હતુ. આ સરલ કંપાઉન્ડવોલની અંદર ત્રણ જેટલી ગાડીમાં પાછળના ભાગે ખાખી પુઠ્ઠાના બોક્સોમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ ઇસમોને મુદ્દામાલ સાથે સાવલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે

વાહનોમાંથી 8 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો: બાઇક, તવેરા, ટ્રાઇબર અને નવી નક્કોર નંબર પ્લેટ વગરની મહેન્દ્ર પિકપ ગાડી સહિતનાં વાહનોમાંથી વિવિધ રૂપિયા 8,26,080 ની કિંમતના ભારતીય બનાવટનાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 4284 નંગ બોટલો અને ટીન મળી આવ્યા હતાં. પોલીસે આ દરોડામાં મળી આવેલ જથ્થો, અન્ય વાહનો તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 26,49,080નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સાવલી પોલીસે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. આમ, સાવલી પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો કરતાં ઈસમોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી

ચોક્કસ બાતમી મળી હતી : સાવલીના પી.એસ.આઈ એ.એમ કામળિયા જણાવ્યું હતું કે ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં બે જેટલા ઈસમો ને એરેસ્ટ કર્યા છે અને ચાર જેટલા ઈસમો ભાગી છુટ્યા હતા, પરંતુ ભાગી છૂટેલા ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.