વડોદરા: વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પત્ની અને બે સંતાનોને લઈ પસાર થઈ રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાઇકની આગળ આવી કેટલાક લોકોએ રીતસરની ધમાલ મચાવી હતી. 9 ઈસમોએ બેટ અને ડંડા વડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના અંગેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને લઈ 9 ઈસમો સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
શેના કારણે થઈ બબાલ: આ મારામારી ફરિયાદીના ભાઈની સાથે અગાઉ થયેલી બાબલને લઈ થઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ વાયરલ વિડિયો અંગે ETV BHARAT કોઈ પ્રકારની પુષ્ટિ નથી કરતું. વડોદરા કરોડિયા રોડ પર રહેતા આમિરખાન ઈરફાન અલી પઠાણે આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અલકાપુરી આઇવરી ટેરેથ ઓફિસ નં-505માં CAની ઓફિસ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 20થી 25 દિવસ પહેલા મોટાભાઈ તારીક ખાન ઇરફાન અલી પઠાણનો ઉંડેરા પાસે આરીફ ઉર્ફે ટીકુ અબ્દુલ હસન પઠાણ સાથે ઝઘડો થયો હતો. જેમાં મારામારી થઈ હતી. જે અંગે મારા ભાઈ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગત બાબલને લઈ મારી પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
જાહેરમાં મારામારી: ફરિયાદીએ જણાવ્યું હતું કે, મંગળવારે ઘરેથી પત્ની અને બે બાળકો લઈને બાઈક પર નીકળ્યો હતો. મારે નિઝામપુરા ટેક્સ ભરવાનો હતો. મારો દીકરો અને દીકરી બીમાર હોવાથી એને હોસ્પિટલમાં લઈ જવાના હતા. હું જ્યારે નવાયાર્ડ ફૂલવાડી દિનદયાળ સ્કૂલ પાસે પહોંચ્યો, ત્યારે મારી પાછળથી એક કાર આવી હતી. તે મારા બાઇકને ઓવરટેક કરીને આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેથી મેં મારી બાઇક ઉભી રાખી હતી. ત્યારબાદ સામેથી એક ક્રેટા કાર રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને એક બાઇક પણ આવી ગઈ હતી. 9 જેટલા ઈસમો મારા પર બેટ, લાકડાના દંડા, લાકડી લઈને તૂટી પડ્યા હતા.
ફરિયાદમાં આ નામ: જાહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને માર મારનાર ઈસમોમાં ઉમર અબ્દુલા હસન પઠાણ, તોસીફ અબ્દુલ હસન પઠાણ, કાલીયા ઉર્ફે આશિફ અબ્દુલ હસન પઠાણ,શાહબાજ મેકુઆ, અકરમ ઉર્ફે ગભરુ, અબઝલ ઇસ્મામ પઠાણ, પપ્પુ લાલાભાઇ, ભુરા ઉર્ફે અબ્દુલ હસન, આરીફ ઉર્ફે ટીંકુ નો સમાવેશ થાય છે. આ મારામારીમાં ફરિયાદીની પત્ની રાહમીના વચ્ચે પડતા ઉમર અબ્દુલા હસને તેની સાથે ઝપાઝપી કરીને દુપટ્ટો ખેંચ્યો હતો. મારી પત્નીએ પહેરેલી સોનાની ચેન બળજબરીપૂર્વક ખેંચી લીધી હતી. તેમજ તોસીફ અબ્દુલ પઠાણે મારી પાસે રહેલી 72 હજાર રૂપિયા ભરેલી થેલી પણ ખેંચી લીધી હતી.આસપાસના લોકો એકત્ર થતા તમામ ઈસમો ફરાર થઈ ગયા હતા.
સારવાર શરૂ કરાઈ: આ હુમલાની ઘટનામાં ફરિયાદીના બંને સંતાનોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફરિયાદીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં 9 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફતેગંજ પોલીસ મથકના પી આઈ એ જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે તપાસ ચાલુ છે.