ETV Bharat / state

Vadodara Crime: વડોદરામાં લગ્ન પહેલાં યુવતીએ પ્રેમી સાથે કરી આત્મહત્યા, ઘરે પરત ન ફરતાં ફૂટ્યો ભાંડો

વડોદરામાં ટૂંક સમયમાં જે યુવતીના લગ્ન થવાનાં હતા તેણે પ્રેમી સાથે મળી આત્મહત્યા કરી લીધી હતી. જોકે, સાંજ સુધી યુવતી ઘરે પરત આવી નહતી. ત્યારે પરિવારે તેની તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો.

Vadodara Crime: વડોદરામાં લગ્ન પહેલાં યુવતીએ પ્રેમી સાથે કરી આત્મહત્યા, ઘરે પરત ન ફરતાં ફૂટ્યો ભાંડો
Vadodara Crime: વડોદરામાં લગ્ન પહેલાં યુવતીએ પ્રેમી સાથે કરી આત્મહત્યા, ઘરે પરત ન ફરતાં ફૂટ્યો ભાંડો
author img

By

Published : Mar 22, 2023, 8:55 PM IST

બંને પ્રેમી પંખીડાને ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો

વડોદરાઃ જિલ્લામાં જરોદ નજીક આવેલા જીતપુરા ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. જોકે, હાલમાં જ આ યુવતીની સગાઈ થઈ હતી. ને ટૂંક સમયમાં જ તેના લગ્ન યોજાવાના હતા. તે પહેલાં જ જ યુવતીએ પ્રેમી સાથે મળી આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

યુવતીએ પ્રેમી સાથે કરી આત્મહત્યાઃ મળતી માહિતી અનુસાર, મોડી સાંજે આ યુવતી ખેતરમાં ગાયોના તબેલા ઉપર દૂધ લેવા ગઈ હતી. ત્યાંથી તે છાણાં લેવા ગઈ હતી. આશરે આઠેક વાગ્યા સુધી તે છાણાં લઈને ઘરે પરત આવી નહતી, જેથી પરિવારજનોએ તેની તપાસ આજુબાજુ ફળિયા તથા ગામમાં કરતા તે મળી આવી નહતી. એટલે ગામમાં રહેતા દિકરીના પ્રેમી પંકજસિંહ મણિલાલ પરમારના ઘરે તપાસ કરતા તે પણ પોતાના ઘરેથી સાંજના સમયે ખેતર બાજુ ગયા પછી પરત ફર્યો નહતો, જેથી પરિવારજનોને આ યુવતી પ્રેમી સાથે ગઈ હોવાની શંકા મજબુત બનતાં તે તરફ તપાસ હાથ ધરી હતી.

મૃતકોને એકબીજા વગર જીવવું લાગતું હતું અઘરુંઃ થોડાક દિવસો પહેલાં જ યુવતીની સગાઈ પોતાની જ જ્ઞાતિના સાવલી તાલુકાના યુવાન સાથે થઈ હતી. આગામી દિવસોમાં લગ્ન પણ યોજાવાના હતા, પરંતુ આ યુવતી માટે પોતાના પ્રેમી પંકજસિહને ભૂલવું અશક્ય હતું. બીજી તરફ પંકજસિહને પણ તેનાં વિના જીવવું મુશ્કેલ હતું. આથી બંનેએ આત્મહત્યા કરી લેવાનું નક્કી કર્યું હતું.

બંને પ્રેમી પંખીડાને ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતોઃ આજ રોજ જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી આ ઘટનાના કારણે નોધાયેલી ફરિયાદ મુજબ, વાઘોડિયા તાલુકાના જીતપુરા ગામના રાજેન્દ્રસિંહ દેસાઈ પરમાર નોકરી કરે છે. તેમની મોટી દિકરીની સગાઈ સાવલી તાલુકામાં થઈ હતી, પરંતુ ધોરણ 10 સુધી ભણેલી આ યુવતીને ગામના 8 ધોરણ પાસ 21 વર્ષીય પંકજસિંહ મણીલાલ પરમાર સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી બંને એકબીજાના પ્રેમમાં હતા. પ્રેમના દિવસોમાં સાથે મરવાના અને સાથે જીવવાના કૉલ પણ આપી ચૂક્યા હતા, જેથી આજે બંનેએ આત્મહત્યા કરી હતી.

પોલીસે કાયદાકીય તપાસ અને કાર્યવાહી હાથ ધરીઃ જરોદ પોલીસે નોધાયેલી ફરિયાદના આધારે, દરમિયાન ગામના માણસો સાથે રાત્રિના સમયે તપાસ કરતાં બંને પ્રેમી મળી આવ્યા નહતા, પરંતુ સવારના આશરે આઠેક વાગે ગામના પ્રભાતસિંહ પરમારના ખેતરમાં બંનેનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણ ગામના સરપંચ રમણ પરમાર (રહે. ખંડીવાડા)ને થતા સરપંચે જરોદ પોલીસને ફોનથી જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. તેમ જ બંનેને મૃતદેહોને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ જરોદ પોલીસ મથકના પીએસઆઈ એ. આર. મહિડા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat Crime: ધોરણ 12ની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ કંઈક બીજું જ સામે આવ્યું

જરોદ પ્રેમી પંખીડા એ જીવન ટૂંકાવ્યુંઃ જરોદ પોલીસ સ્ટેશનના પીએસઓએ જણાવ્યું હતું કે, છોકરો અને છોકરી બંને એક જ ગામના અને એક જ ફળિયાના રહેવાસી છે. ગામમાંથી આ ઘટના અંગે ચોકીમાં ફોન આવ્યો હતો અને બંનેના મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યારે આગળની વધુ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.