વડોદરા: લોન એપ્લિકેશનથી ફ્રોડ થાય છે એવા કિસ્સા અનેક સામે આવ્યા છે. પણ તાત્કાલિક ધોરણે પૈસા ઊભા કરીને ખોટું કરનારાઓના તાર છેક ચીન સુધી જોડાયેલા છે એ જાણીને પહેલી વખત તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. વડોદરામાંથી પહેલી વખત જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે ભેજાબાજો છેક પૈસાના મામલે ચીનમાં ડિલીંગ કરતા હોવાનું પકડાયું હતું. ચીનથી ચાલતા આંતરાષ્ટ્રીય રેકેટમાં સામેલ પાંચ સભ્યોની ટોળકીને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવી હતી.
મોટી છેત્તરપિંડીઃ ફરિયાદીના ઇન્સ્ટન્ટ લોનના નામે રૂપિયા 2,64,111ની સામે વ્યાજે 7,29,781 વસુલ્યા હતા. ફરિયાદીને અસ્લીલ ફોટો અને બીભત્સ ગાળો વિદેશી નંબર પરથી મોકલી બ્લેકમેલ કરનાર સામે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં વધુ બે ઇસમોને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ગુડગાવ(હરિયાણા) NCR થી ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ તમામ સભ્યો આંતરાષ્ટ્રીય રેકેટમાં સામેલ હોવાના ઘટસ્ફોટ થયો છે.
હરિયાણાથી પકડાયાઃ વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન અને ઇન્વેસમન્ટના નામે ચાલતા ચીનથી ઓપરેટ થતા આંતરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ગુન્હામાં સંકડાયા 5 આરોપીઓને અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ માટે સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી રવાના થઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનીકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી અન્ય બે આરોપીઓને ગુડગાવ (હરિયાણા) NCR થી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી વિદેશના નંબર બને તેવા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબર બનાવીને ફરિયાદીને અશ્લીલ ફોટા અને વિભસ્ત ગાળો મોકલવામાં આવતી હતી. આ સાથે જ ચાઈનીઝ લિંકના યુઝર આઇડી પાસવર્ડ મેળવીને નેપાળમાં રહેતા અરુણ બમ સાથે મળીને ફરિયાદીને બીભત્સ ગાળો આપી હતી.
આરોપીનો રોલ શું છે: ગુડગાવ(હરિયાણા) થી ઝડપાયેલ આરોપી દિપક ચંદેશ્વર ચૌધરી બી.કોમનો અભ્યાસ કરેલો છે. હાલમાં તે વર્ક ફ્રોમ હોમના નામે ઘરેથી જ કામ કરતો હતો. દીપક નેપાળના અરુણ બમ અને ભાસ્કર સાઉદ સાથે કામ કરીને લોકોને લોન માટે પેમેન્ટ માટેની લીંક મોકલતો હતો. તેમ જ ભાસ્કર સાઉદ લોકોના અસ્લીલ ફોટા બનાવીને દિપકને મોકલતો હતો. જે મોર્ફે કરેલ ફોટોને બીજા લોકોને લોનના પેમેન્ટ માટે હેરેસમેન્ટ કરવામાં આવતા હતા. નેપાળમાં રહેલ અરુણ બમ ચાઈનીઝ સાથે સંપર્કમાં હતા. ચાઈનીઝ દ્વારા કલેક્શન માટેની સાઈટ બનાવવામાં આવી હતી. જે લોન લીધેલ લોકોની બધી જ માહિતી સેવ કરી તેના દ્વારા દીપક લોન લેનારને અશ્લીલ ફોટા અને બીભત્સ ગાળો મોકલતો હતો. ચાઈનીઝ લોકોએ કલેક્શન કરવાની વેબસાઈટ નેપાળના અરુણ બમને આપેલ હતી.
પાસવર્ડ જનરેટ થતાઃ જે આઈડી અને પાસવર્ડનો એક્સેસ તેઓની પાસે હોય અને અરુણ બમ દરરોજ કલેક્શન વેબસાઈટ ખોલવા માટે નવો આઇડી પાસવર્ડ જનરેટ કરીને આપતો હતો. આ સાથે અન્ય આરોપી સચિનકુમાર કુલેશ્વર કમાત કે જેઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. તે દીપક સાથે મળીને ઘરેથી કામ કરતો હતો. લોકોને ફોન કરીને બીભત્સ ગાળો બોલે તેમ જ મોર્ફે કરેલ ફોટો મોકલી વધારે પૈસા માટે માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમે આ બંને આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 11 એ ટી એમ કાર્ડ જપ્ત કર્યા છે. ચાઈનીઝના કલેક્શનની વેબસાઈટ માંથી અલગ અલગ હેરેસમેન્ટ ચાલું હોય તેવી લોન એપ્લિકેશન પણ મળી આવી છે. હેરેસમેન્ટ કરવા માટે મોબાઈલમાં અલગ અલગ કુલ 137 જેટલી વોટ્સઅપ એપ્લિકેશન મળી આવી છે. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આંતરાષ્ટ્રીય રેકેટને તોડી પાડવા માટે સાયબર ક્રાઇમની ટીમ એસીપી હાર્દિક .એસ.માકડિયાની આગેવાનીમાં સતત કામગીરી કરી રહી છે.