ETV Bharat / state

Vadodara Fraud Case: મેટ્રિકમાં નાપાસ ભેજાબાજે કર્યું લાખોનું ચિટિંગ, ચીન પૈસા મોકલતો - Vadodara Crime

ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન અને ઇન્વેસ્ટમેન્ટના ઓઠાં તળે ચીનથી ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ વડોદરા પોલીસે કર્યો છે. જે કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. વડોદરાના સાયબર ક્રાઈમ વિભાગમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને પોલીસે એક્શન લીધા હતા.

Vadodara Fraud Case: ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશન-ઇન્વેસ્ટમેન્ટના રેકેટનો પર્દાફાશ, દરરોજ પૈસા ચીન મોકલાતા

author img

By

Published : May 1, 2023, 1:44 PM IST

Updated : May 1, 2023, 2:10 PM IST

વડોદરા: દિન-પ્રતિદિન સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના અન્ય મધ્યમોથી લોકો સાથે ઠગાઈના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવા તત્વોને ડામવા માટે ટેક્નિકલ સોર્સ અને અન્ય માધ્યમોના પ્રયાસોથી પકડવામાં સફળતા મળી રહી છે. વડોદરા પોલીસે પણ આવા એક કિસ્સામાં ચીનનું ક્નેક્શન શોધી કાઢ્યું છે. જેમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

આ પણ વાંચોઃ Vadodara Crime: કિરણ પટેલની જેમ CMOના નામે રોફ જમાવનાર વિરાજ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ

ચીનથી ઓપરેટ થતું રેકેટઃ વડોદરા શહેરમાં ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન અને ઇન્વેસમન્ટના નામે લોકો સાથે ઠગાઈ આચરનારાની એક ટોળકીને પોલીસે પકડી લીધી છે. ચીનથી ચાલતા આંતરાષ્ટ્રીય રેકેટમાં સામેલ પાંચ સભ્યોને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ફરિયાદીને ઇન્સ્ટન્ટ લોનના નામે રૂપિયા 2,64,111ની સામે વ્યાજે 7,29,781 વસુલ્યા હતા. પછીથી ફરિયાદીને અશ્લીલ ફોટો અને બીભત્સ ગાળો આપીને વિદેશી નંબર પરથી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. આ તમામ સભ્યો આંતરાષ્ટ્રીય રેકેટમાં સામેલ હોવાના ઘટસ્ફોટ થયો છે.

Vadodara Fraud Case: ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશન-ઇન્વેસ્ટમેન્ટના રેકેટનો પર્દાફાશ, દરરોજ પૈસા ચીન મોકલાતા
Vadodara Fraud Case: ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશન-ઇન્વેસ્ટમેન્ટના રેકેટનો પર્દાફાશ, દરરોજ પૈસા ચીન મોકલાતા

છેત્તરપિંડીની ટ્રીકઃ વડોદરા શહેરના વાસણા-ભયલી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા જીતેન્દ્ર નેકારામ ચૌધરી ગિફ્ટની દુકાન ચલાવે છે. વર્ષ 2022માં વેપારમાં નુકસાન થતાં તેઓએ ઓનલાઇન વિવિધ એપ્લિકેશનના સહારે 2,64,111 રૂપિયાની વિવિધ ટ્રાન્જેક્શન કરીને લોન લીધી હતી. બાદમાં લોનની રકમ ઉપરાંત 4,65,670 રૂપિયા વધારાના વ્યાજ સહિત કુલ 7,29,781 રૂપિયા ચૂકવ્યા હતા. સાઈબર ઠગે વ્યાજ સહિત પૈસા ચૂકવવા છતાં પણ ફરિયાદના ફોટોને ન્યૂડ કરીને એને જ મોકલ્યા હતા. પછી બ્લેકમેઈલીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં વધારે પૈસાની માંગ કરવામાં આવી હતી. આખરે હિંમત રાખી આ વેપારીએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Vadodara Crime: સીએ ઉપર જાહેરમાં ડંડાથી મારામારી, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ

ઝડપાયેલા આરોપીઓ: ઉમંગ ભુપેન્દ્રભાઈ પટેલ (રહે. પોસ્ટ કાવીઠા, સંખેડા, છોટાઉદેપુર), શોએબ મોહમ્મદ પટેલ (રહે.101, જે કે કોર્નર ,સૈયદપુરા માર્કેટ પાસે સુરત), અહમદુલાહ ઇબ્રાહીમ ચોકસી (રહે. 57 સાદીક મંઝિલ ટાંકી ફળિયુ ઉન સુરત), નીતિનભાઈ શિવરામભાઈ પટેલ (રહે. A/604 શીખીન હાઇટ, ભીમરાડ કેનાલ રોડ સુરત), અમિત અરવિંદ ગોયલ (રહે. સદર બજારથી શિવાજીના મંદિર પાસે દેવલી, ટોક, રાજસ્થાન) ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ચીનના માણસો મિટિંગઃ આરોપી ઉમંગ પટેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તેમજ જુદા જુદા ગામોમાં એ.પી.એમ.સી સહકારી મંડળીઓમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ફ્રોડ લોન એપ્લિકેશનના નામ પોતાના આ કામનો વ્યાપ વધારવા માટે માર્ચ 2023માં મલેશિયા કુઆલાલમપુર ખાતે ચીનના માણસો સાથે મિટિંગ કરવા ગયેલ હતો. ઉમંગ પટેલ અત્યાર સુધીમાં 30થી વધારે કરંટ તેમજ સેવિંગ એકાઉન્ટ ઓપન કરેલા છે. ચીનના લોકોના કહેવા પ્રમાણે ભારતના ચાર રાજ્યમાં અમુક એકાઉન્ટન્ટની કિટ તેમજ એસએમએસ કુરિયર પણ કરેલા છે. આ સંદર્ભે એકાઉન્ટમાં કરોડોના નાણાકીય ટ્રાન્જેક્શન પણ જોવા મળી રહ્યા છે. જે મામલે હાલમાં સાયબર ક્રાઇમ મધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat crime news: ઓલપાડ ખાતે સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક ઝડપાયો

લાખો રૂપિયા ચીન મોકલાતાઃ આ સાથે જ જુદી જુદી કંપનીઓ અલગ-અલગ વ્યક્તિઓના નામે ખોલાવી તેમજ જુદા જુદા સીમકાર્ડ મેળવી ભારતના અલગ અલગ રાજ્યમાં મોકલી આપવામાં આવતા હતા. ભોગ બનનારાઓના રૂપિયા કંપનીઓના ખાતામાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દરરોજના લાખો રૂપિયા ચીન મોકલી આપવામાં આવતા હતા. આ રેકેટ સાથે જોડાયેલ મુખ્ય આરોપી ઉમંગ પટેલ ધોરણ 12 નાપાસ છે.

આવું છે આરોપીનું બેગ્રાઉન્ડઃ આરોપી શોએબ મોહંમદ પટેલ ધોરણ 10 નાપાસ છે અને તે સુરતમાં મોબાઇલની દુકાન ધરાવે છે. જે અલગ અલગ કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. આરોપી અહમદુલ્લાહ ઇબ્રાહિમ ચોકસી ધોરણ 6 નાપાસ છે. તે સુરતમાં મદરેસાના બાળકોને ભણાવવાનું કામ કરે છે. સાથે રૂપિયા આંગડિયા પેઢી દ્વારા મોકલી આપતો હતો. આરોપી અમિત ચાર્ટરડ અકાઉન્ટન છે. જે તે આરોપી નીતિન અને અહમદુલ્લાહ સાથે મળી જે વોલેટ એડ્રેસ મળે તેમાં USDT ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી નીતિન કે જે BCA નો અભ્યાસ કરેલો છે. તે સુરત ખાતે આંગડિયા પેઢીમાં કામ કરે છે. તેના દ્વારા નાણાકીય લેવડ દેવડ થતી હતી.
સાવધાનઃ જો આવા કોઇ એજન્ટ્સ તમને સંપર્ક કરે તો તેની જણ નજીકના પોલીસ સ્ટેશનને કરવી, આવા કોઈ ક્રાઈમ ના ભોગ બન્યા હોય તો વડોદરા સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો.

Last Updated : May 1, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.