વડોદરા: વડોદરા જિલ્લાના નાયબ ખેતી નિયામક સહિતના અધિકારીઓને માહિતી મળી હતી કે, ખેતીમાં ઉપયોગમાં લેવાતું સબસીડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઉદ્યોગોમાં સપ્લાય થાય છે. જેના કારણે ખેડૂતોને સરળતાથી આ સબસીડી વાળું ખાતર મળી રહ્યું નથી. જેથી આ અધિકારીઓએ સંયુક્ત રીતે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવો નીમ કોટેડ સબસીડી વાળા ખાતરનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો.
આ પણ વાંચો Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ
પોઝિટિવ રિપોર્ટ: ચોકસી કલર્સ કંપનીમાં નાયબ ખેતી નિયામક વિજય ડામોર સહિત પાદરા અને સાવલીના ખેતી વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન કંપની ઉત્પાદન યુનિટ અને ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરીયાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી નિયામકની ટીમે શંકાસ્પદ યુરીયાના જથ્થાના નમૂના લઇ પૃથકરણ માટે બારડોલી લેબમાં મોકલી આપ્યા હતા.કંપનીના માલિક અને સપ્લાયરને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. આ અંગે કંપનીમાં અને સપ્લાયરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસમાં આ યુરિયા ખાતર એગ્રીકલ્ચરમાં વપરાતું નીમ કોટેડ યુરિયા હોવાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
ઉપયોગ ખેતીમાં: તપાસમાં ભાર્ગવ એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર-46, યોગી એસ્ટેટ-2, જી.આઇ.ડી.સી. અંકલેશ્વર અને કરખડી ચોકસી કલર્સ કંપનીના માલિક પ્રદીપ કુમાર મણીલાલ ચોક્સી રહે. 28- પ્રકૃતિ સંજીવ બાગ સોસાયટી, ન્યુ સાદરા રોડ, સંજીવની હોસ્પિટલ પાસે પાલડી, અમદાવાદ. આ બંને ઈસમો સબસીડી વાળા રાસાયણિક નીમ કોટેડ યુરિયા ખાતર જેનો ઉપયોગ ખેતીમાં ખેડૂતો દ્વારા થાય છે તે જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. તે જથ્થાની બેગ ઉપર ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલી નામની બેગમાં પેકીંગ કરતા હતા. આ રીતે તંત્રની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હતા. જે જથ્થાને અધિકારીઓની તપાસકર્તા ટીમે ઝડપી પાડ્યો હતો.
પર્દાફાશ કરવામાં આવશે: આ સમગ્ર બાબતે તપાસ કરતાં અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ માધુભાઈ ટાકે જણાવ્યું હતું કે, નાયબ ખેતી નિયામક વિજય ડામોરે નોંધાવેલી ફરિયાદના આધારે ચોક્સી કલર્સ પ્રા.લિ. કંપનીના માલિક અને સબસીડી વાળુ ખાતર સપ્લાય કરનાર સપ્લાયર સામે કાર્યવાહી ધરવામાં આવી છે અને આ કૌભાંડમાં બીજા કયા ઈસમો સામેલ છે તેની પણ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં સામેલ તમામ ઈસમો સામે કડક માં કડક કાયજદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ઈસમોનો પર્દાફાશ કરવામાં આવશે.
કાનૂની તપાસ: ખેતી નિયામકની ટીમે 24-5-022 ના રોજ કરેલ સંયુક્ત તપાસમાં શંકાસ્પદ યુરીયાનો 74.500 ટન જથ્થો સીઝ કર્યો હતો. કંપની ખાતે મેહુલ પટેલની પૂછપરછ કરતા તેઓએ ભાર્ગવ એન્ટરપ્રાઇઝ, ભરૂચ, તથા તિરૂપતી કોર્પોરેશન, ખંભાતના બિલ રજૂ કર્યા હતા. ખેતી નિયામક વિભાગે કંપનીના માલિક પ્રદીપ કુમાર ચોક્સી નોટિસ બજાવી આ સમગ્ર મામલે ખુલાસો મંગાયો હતો. ફરિયાદ થતા પોલીસે કાનૂની તપાસ હાથ ધરી.ખેતી નિયામક ચોક્સી કલર્સ પ્રા. લિ. કંપનીના માલિક પ્રદીપ કુમાર મણીલાલ ચોક્સી રહે. 28- પ્રકૃતિ સંજીવ બાગ સોસાયટી, ન્યુ સાદરા રોડ, સંજીવની હોસ્પિટલ પાસે પાલડી, અમદાવાદ અને આ યુરિયા ખાતર સપ્લાયર ભાર્ગવ એન્ટરપ્રાઈઝના પેઢીના માલિક સામે વડુ પોલીસ મથકમાં વિગતે ફરિયાદ નોંધાવી હતી જેથી આ સમગ્ર મામલે પોલીસે આગળની કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.