ETV Bharat / state

Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ

author img

By

Published : Jun 9, 2023, 6:06 PM IST

ડભોઈ તાલુકાનાં પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ડભોઈ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે. ગણતરીના કલાકોમાં આરોપી વિષ્ણુ રાઠોડિયાની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ યુવાનની હત્યા કરી તેના મૃતદેહને બાઇક પર લઇ જઇ ફેંકી દીધો હતો.

Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ
Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ
આરોપીએ મૃતદેહને બાઇક પર લઇ જઇ ફેંકી દીધો હતો

વડોદરા : વડોદરાનાં ડભોઇ તાલુકાનાં પણસોલી ગામના યુવાનને જીવલેણ માર મારીને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને બાઈક ઉપર લઈ જઈને ફેંકી દીધો હતો. આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરતા ભેદ ઉકેલાયો હતો.આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘટના કેવી રીતે બની તે પૂછપરછમાં સામે આવ્યું હતું.

બે યુવકો વચ્ચે થઇ હતી બોલાચાલી : મળતી માહિતી પ્રમાણે ડભોઈ તાલુકાના વસઈ ગામમાં કુવાવાળી નવી નગરીમાં રહેતાં વિષ્ણુ લાલજી રાઠોડીયા અને પણસોલી ગામની નીચલી વસાહતમાં રહેતાં 29 વર્ષીય રવિ બિરલાભાઈ નાયક પાંચમી જૂનના રોજ સવારના 10 વાગ્યે વસઈ ગામમાં ઝૂંપડું બનાવી રહ્યા હતા. તે દરમિયાન સુરેશ કનુભાઈ રાઠોડીયા ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારે વિષ્ણુ રાઠોડિયાએ સુરેશને પૂછતાં જણાવ્યું હતું કે, "તે રવિને કેમ કહ્યું કે, રવિની પત્ની મારાં ઘરે છે" ત્યારે સુરેશે વળતો જવાબ આપતા જણાવ્યું કે, મેં રવિને કશું કહ્યું નથી. આ વાતચીત થયા બાદ વિષ્ણુ પરત રવિ પાસે પહોંચી ગયો હતો અને ઝુંપડું બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. દરમિયાન વિષ્ણુ અને રવિ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

બોલાચાલી અને ઝપાઝપીમાં વિષ્ણુએ રવિના ગાલ ઉપર ચારથી પાંચ લાફા મારી દીધા હતા. જેના કારણે રવિ જમીન ઉપર પટકાતાં વિષ્ણુએ રવિની છાતીમાં પણ લાતો મારી હતી, જેમાં રવિ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ વિષ્ણુ રવિને ઢસડીને લઈ જતો હતો, તે દરમિયાન સુરેશ ત્યાં પહોંચી ગયો હતો અને વિષ્ણુના સકંજામાંથી રવિને છોડાવ્યો હતો. પરંતુ તે સમયે રવિ માત્ર હલન ચલન કરતો હતો, પરંતુ બોલી શકતો ન હતો. જેથી વિષ્ણુ પણ રવિ મરી જશે તે વાતને લઈને ગભરાઈ ગયો હતો.​​​​​​​​​​​​​​ગભરાઈ ગયેલાં વિષ્ણુએ સુરેશને જણાવ્યું હતું કે, તારી મોટર સાયકલ ઉપર રવિને આપણે પણસોલી ગામ પાસે મૂકી આવીએ...આકાશ પટેલ (ડીવાયએસપી)

કેનાલ પાસે બેભાન સમજીને મૂકી દીધો મૃતદેહ : આ દરમિયાન રવિની હાલત જોઇ સુરેશ ગભરાઇ ગયો હતો અને ના પાડી હતી તો વિષ્ણુએ સુરેશને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલ સુરેશ પોતાની મોટર સાયકલ ઉપર બેભાન થઈ ગયેલ રવિને પણસોલી ગામ સુધી મુકવા જવા માટે તૈયાર થઈ ગયો હતો. દરમિયાન સુરેશએ બાઈક ચલાવી હતી અને વિષ્ણુ બેભાન રવિને લઈને પાછળ બેસી ગયો હતો અને તરસાણા ગામની સીમમાં કેનાલ પાસે બેભાન થઈ ગયેલા રવિને મૂકીને બંને જણા ફરાર થઈ ગયા હતાં. રવિને બિન વારસી હાલતમાં છોડી દીધો ત્યારે પણ વિષ્ણુએ સુરેશને ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ.

પોલીસને હત્યા થઈ હોવાની શંકા : આ ઘટના નજરે જોનારે પોલીસને હકીકત સઘળી હકીકત જણાવી હતી. ​​​​​​આ દરમ્યાન પણસોલી ગામનાં રવિ નાયકનો મૃતદેહ પોલીસને મળી આવતા પોલીસે મૃતદેહ કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, જેમાં રવિ નાયકની હત્યા થયાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

હત્યાનો ગુનો દાખલ : પોલીસ તપાસ દરમિયાન સુરેશે તેની નજર સામે બનેલી ઘટના અંગેની માહિતી પણસોલી ગામના ચાદીયા વિરલભાઇ નાયકને જણાવતાં તેઓએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુ રાઠોડીયા સામે ફરિયાદ નોધાવી હતી. પોલીસે વિષ્ણુ રાઠોડિયાની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડ્યો હતો. હથિયારો વિષ્ણુ રાઠોડિયા ઝડપાયા બાદ આ ઘટના અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ હત્યાનાં બનાવની વધુ ઉંડાણપૂર્વકની તપાસ ડભોઇ પોલીસ મથકના પી.આઇ. એસ.જે.વાઘેલાએ હાથ ધરી છે.

  1. Amreli Crime News: અમરેલીમાં કાકા સસરાએ ભત્રીજાની વહુંની કરી હત્યા, બાદમાં આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  2. Ahmedabad Crime News : બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને પકડી પાડ્યો
  3. Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.