વડોદરા: લોકોને ભાડેથી વાહન મેળવ્યા બાદ વાહનોને બારોબાર વેચી નાખવાના કૌભાંડનો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 100 થી વધુ ભાડાની કારોને બારોબાર વેચી અને ઠગાઈ આચરનાર બે મહા ઠગોને શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓના 9 દિવસના રિમાન્ડ દરમિયાન 84 ફોરવીલર ગાડીઓ રિકવર કરવામાં આવી છે. જેની કિંમત 5.53 કરોડથી વધુ છે. હાલમાં આ બે મુખ્ય આરોપીઓ વધુ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે અન્ય કારો પણ પરત રિકવર થઈ શકે છે.
રીમાન્ડ મંજૂર: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગત 31 ડિસેમ્બર 2022 ના રોજ દાખલ થયેલા છેતરપીંડી ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમ્યાન ઝડપી લેવામાં આવ્યા હતા. ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારેબાર વેચી નાખનારના ગુનામાં સંડોવાયેલ સુરતના મુખ્ય સૂત્રધાર આરોપી દિપક રૈયાણી અને વડોદરાના મનીષ હરસોયા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ લેવાયા છે.
શહેરના 120 જેટલા નાગરિકોની પાસેથી ચિટિંગ કરી માસિક ભાડા પેટે લીધી હતી. ભાડા પર રહે તેઓએ જુદા જુદા વિસ્તારોમાં ગીરવે મૂકી પૈસા લઈ લીધા હતા. જ્યારે વડોદરા શહેરના મોટાભાગના નાગરિકો મધ્યમ વર્ગના અને લોન ઉપર કારો મેળવેલી હતી. વિશ્વાસ અપાવવા માટે ભાડાના હપ્તા શરૂઆતમાં આપ્યા હતા. ત્યારબાદ બંધ કરી દેતા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી.
સમગ્ર મામલે ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ કરી બે મુખ્ય આરોપીઓને ઝડપી અને 120 માંથી 90 ગાડીઓને રિકવર કરી છે અને તે તમામ ગાડીઓની આજે તેના મૂળ માલિકને સોંપવામાં આવી છે. આ બંને મુખ્ય આરોપીની મિલકત પણ સિઝ કરશે જો છેતરપીંડી કરી તેમાંથી વસાવી હશે તો સાથે આ પ્રકારે લોભ લાલચમાં આવી નાગરિકોએ યોગ્ય બાબતોને જાણીને ભાડે આપવી જોઈએ. સાથે બાકી બચેલી 30 ગાડીઓને પણ રિકવર કરવા માટેની કામગીરી ચાલુ છે અને ઝડપી રિકવર થાય તેવા અમારા પ્રયાસો છે.--ડો.શમશેર સિંઘ (પોલીસ કમિશ્નર)
84 કાર રીકવર: દરમિયાન 84 કારોની રિકવરી કરવામાં આવી છે. હાલમાં આ બંને આરોપીઓને કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય બાકી રહેલા કારો પણ પરત રિકવર થઈ શકે છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન મુખ્યત્વે ભાડેથી વાહનો મેળવ્યા બાદ માલિકોની જાણ બહાર સુરત ,મહેસાણા તથા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર અને ધુલિયા જેવા વિવિધ સ્થળે અલગ અલગ વ્યક્તિઓને ગીરવે આપી દીધી હતી.
આ પણ વાંચો: Murder In Ahmedabad: સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ગીરવે કાર: આ બંને આરોપીઓએ ગીરવે મુકેલી કારો રાખનાર વ્યક્તિઓ પાસેથી મોટી આર્થિક લાભ મળી રહે તે માટે રકમ પડાવી હતી. ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચે હાલમાં 84 વાહનોને રિકવર કર્યા છે. જેની કિંમત 5,53,01,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ફોરવીલર વાહનોમાં મારુતિ કંપનીની ગાડીઓ આર્ટિગા, સ્વીફ્ટ, બલેનો, ઇક્કો, બ્રિઝા, વેગેનાર, સેલેરિયો,એસ પ્રેસો તેમજ હુન્ડાઈ કંપનીની ફોરવીલર વાહનોમાં i20, i10,વેન્યુ અને ટોયોટા કંપનીની ઇનોવા જેવી ગાડીઓ રિકવર કરવામાં આવી છે
તપાસ ચાલું: હાલમાં ક્રાઇમબ્રાન્ચ ની વિવિધ ટીમો અલગ અલગ રાજ્ય અને રાજ્ય બહાર આ ગુન્હા સંબંધિત વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ તમામ કરો રિકવર થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો: વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગત 31 ડિસેમ્બર 2022 ના રોજ દાખલ થયેલ છેતરપીંડી ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારેબાર વેચી નાખનારના ગુનામાં સંડોવાયેલ સુરતના મુખ્ય સૂત્રધાર આરોપી દિપક રૈયાણી અને વડોદરાના મનીષ હરસોયા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી 9 અને ત્યારબાદ વધુ 3 દિવસના રિમાન્ડ દરમિયાન 90 કારોની રિકવરી કરવામાં આવી હતી. જેની મૂળ કિંમત 6 કરોડથી વધુ છે.