વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે એક જમીન બે વખત ગેરકાયદે વેચાણ પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપીની વડોદરા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. જેથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. સરકારી વકીલની ધારદાર રજૂઆતો કોર્ટે ગ્રાહ્ય રાખી છેતરપિંડી કરનાર આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. દિવસે ને દિવસે છેતરપિંડીના બનાવો સામે આવતા જાય છે તો આવા બનાવો વધુ ન બને તે માટે તંત્ર પણ કડક પગલાં ભળી રહ્યું છે.
આરોપીઓનો ગુનો પ્રથમ દ્રષ્ટિએે પુરવાર થાય છે અને આરોપીઓની સંડાેવણી પણ પૂરવાર થાય છે. તપાસ અધિકારીનું સોગંદનામાને ધ્યાને લઇ આરોપીઓને જામીન આપી શકાય નહીં. આરોપીઓ જમીનના માલિક નહી હોવા છતાં ગુનાહિત કાવતરું રચી, બિલકલુ ખોટી વિગતો ઉપજાવી બીજી વખત વેચાણ જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ખરીદનાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પહેલી વાર જમીન 91 હજારમાં 2003માં વેચી બીજી વાર એજ જમીન રૂા.4.90 લાખમાં વેચી હતી. જે છેતરપિંડી કરી હતી. કોર્ટે આખરે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી...અનિલ દેસાઇ(મુખ્ય જિલ્લા સરકારી વકીલ)
એકજ જમીનના બે દસ્તાવેજ કરી છેતરપિંડી : પાદરા તાલુકાના ચાણસદ ગામે જૂના સર્વે નં.395 બ્લોક વાળી જમીન જીણસંગભાઈ પઢિયારના પુત્રે 2003માં રજીસ્ટર વેચાણથી રૂા. 91 હજારમાં 11 ઓગસ્ટ 2003માં ખરીદી હતી. જનકભાઈ પટેલ અને રેવાભાઈ ભરવાડે જમીનના માલિક ન હોવા છતાં અન્યને જમીન વેચી હતી. તેઓએ છેતરપિંડી કરી હોવાનો ગુનો પાદરા પોલીસ મથકે નોંધાયો હતો.
જનક પટેલે જામીન અરજી મુકી : પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ચાણસદ ગામે બનેલી ઘટનાના આરોપીઓએ જામીન અરજી મૂકી હતી.આરોપી જનક પટેલે જામીન અરજી મુકી હતી. ત્યારે નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. જેથી આવા ઈસમોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.