વડોદરા : કોઇ સારો પ્રસંગ હોય ત્યારે કિન્નર સમાજને જાણકારી મળી જાય અને દાપું લેવા આવે અને રુપિયા અપાય તે અલગ વાત છે અને કિન્નરનો વેશ ધારણ કરી રુપિયા દાગીના પડાવવાના હેતુથી આવતાં ગુનાખોરની વાત જુદી છે. આવું કૃત્ય કરનાર એક આરોપી પોલીસના હાથમાં આવી ગયો છે. જેમાં વડોદરામાં આવીને કિન્નરનો વેશ ધારણ કરીે લોકો સાથે ઠગાઈ કરનાર રીઢા ગુનેગારનેે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપી રાજકોટથી વડોદરામાં આવી કિન્નરના વેશમાં ઠગાઇ કરતો હતો. આરોપી સામે અગાઉ પાણીગેટ મથકમાં ગુનો નોંધાયો હતો .જેમાં ફરિયાદીને સંતાનપ્રાપ્તિના નામે રૂપિયા અને દાગીના લઈ ફરાર થઇ ગયો હતો.
પેટ્રોલિંગમાં પકડાયો : વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી તે પ્રમાણે ડભોઇ રોડ વિસ્તારમાંથી મારૂતિ બ્રેઝા કાર સાથે શંકાસ્પદ ઇસમ મહેશનાથ ઝવેરનાથ પરમાર રહેવાસી રાજકોટ મળી આવ્યો હતો. કારની તપાસ કરવામાં આવી તો તેમાંથી મોબાઇલ, પ્લાસ્ટીકની થેલીમાં સાડી, બ્લાઉઝ, ચણીયો, સોનાની એક ચેઇન, એક વીટી તથા રોકડા 1200 રુપિયા મળી આવ્યાં હતાં.
આ પણ વાંચો વડોદરાના કિન્નરોએ નકલી કિન્નરને ઝડપી બાદમાં એવી હાલત કરી કે તમે પણ જાણી દંગ રહી જશો
પુરાવા રજૂ ન કર્યા : વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેની પાસે મળેલા મુદ્દામાલ અંગે જરૂરી પુરાવા માંગતા આરોપી આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી આ તેની સઘન પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપીએ કબૂલ કર્યું હતું કે તેણે એક અઠવાડિયા પહેલા ઠગાઈ કરવાના ઇરાદે રાજકોટથી કારમાં વડોદરા આવ્યો હતો અને સાડી બ્લાઉઝ ચણીયાની મદદથી કિન્નરનો વેશ ધારણ કર્યો હતો. બાદમાં વાઘોડિયા રોડવિસ્તારમાં રહેતા પતિપત્નીને સંતાનપ્રાપ્તિની લાલચ આપી પૂજા કરવાના બહાને છેતર્યા હતાં.
દંપતિ સાથે ઠગાઇ : મહેશનાથે દંપતિ પાસેથી એક સોનાની ચેઇન તથા એક સોનાની વીટી અને રોકડ રૂપિયા 1200ની રકમ મેળવી થોડીવારમાં પરત આવવાનું કહી ફરાર થઇ ગયો હતો. જેથી ફરિયાદીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ થઈ હોવાનું જાણવા મળતા તેઓએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા આરોપી મહેશનાથ ઝવેરનાથ પરમાર પાસેથી કુલ રૂપિયા 5,62,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને લઈ આ ઇસમને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે હાજાર કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો લગ્નની ફર્સ્ટ નાઈટે હંગામો, ઘુંઘટ ખોલીને જોતા કોઈ બીજું નીકળ્યું
15 ગુનામાં સંડોવણી :ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ આરોપી જુદા-જુદા નામ ધારણ કરી આર્થિક ફાયદા માટે કિન્નરનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ફરાર થઇ જતો હતો. આ ઇસમે રાજ્યના ગોધરા, ગાંધીનગર, ડીસા, વડોદરા, અમદાવાદ, સુરત, કચ્છ, ભરૂચ જેવા જુદા-જુદા પોલીસ સ્ટેશ હદ વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓમાં સપડાયેલ હોવાનું સામે આવ્યું છે. સાથે તે મારામારી, જુગાર અને દારૂપીવાના ગુનામાં અમદાવાદ તથા રાજકોટમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ અંગે ક્રાઇમબ્રાન્ચ પીઆઈએ જણાવ્યું હતું કે બાતમીના આધારે વાહન ચેકીંગ દરમ્યાન આ કામગીરી કરવામાં આવી હતી. હાલમાં આ ઇસમની વધુ પૂછતાછ કર્યા બાદ પાણીગેટ પોલોસ મથકમાં સોંપવામાં આવ્યો છે.