વડોદરા: મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં બજેટ રજૂ કરાયું હતું. જેમાં ખર્ચ ઘટાડી આવક વધારવા પર ભાર મુકાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોઈને કોઈ સુવિધાના ઓથા હેઠળ નાગરિકો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવે છે. નાગરિકોના ખૂન પસીનાની કમાણીનો આજ પાલિકા દ્વારા બેફામ રીતે વેડફાટ કરવામાં આવી રહ્યો છે
બજેટની થેલીઓ: વડોદરા પાલિકા દ્વારા જે બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે, તેની એક નકલ નગરસેવકોને પણ આપવામાં આવતી હોય છે. જેથી તેઓ પોતાના મત વિસ્તારમાં થનારા વિકાસ કાર્યોથી અવગત રહે. વડોદરા પાલિકા દ્વારા નિયમ મુજબ બજેટની થેલીઓ નગર સેવકો સુધી પહોંચાડવામાં તો આવી. પરંતુ એમાં પણ આ બુદ્ધિજીવીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું.
આ પણ વાંચો Vadodara Crime : 1.68 લાખનો વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ ઝડપ્યા, બે વોન્ટેડ
છોટાહાથી ટેમ્પોની વ્યવસ્થા: નગરસેવકોના ઘરે બજેટની થેલી પહોંચાડવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ચાર ઝોન મુજબ ચાર જુદા જુદા છોટાહાથી ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા મંગાવવામાં આવેલા આ ટેમ્પોમાં આંગળી વેત ગણી શકાય તેટલી બજેટની બેગ મોકલાવવામાં આવી હતી. રાજકીય મોરચે ચર્ચાનો વિષય એ બન્યો છે કે, આટલી થેલી માટે ટેમ્પ મંગાવવામાં આવ્યો. ઓટો રિક્ષા કે મોટર સાઇકલ પર લઈ જઈ શકાય તેટલી ગણતરીની બેગ નગર સેવકોના ઘરે પહોંચાડવા માટે પાલિકાના વહીવટી વિભાગ દ્વારા ટેમ્પો ભાડે લઈ બિન જરૂરી હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રિક્ષા કે મોટરસાઇકલ પર પહોંચાડી શકાતી આ બેગ માટે પાલિકાએ ચાર જેટલા ટેમ્પા ભાડે કરતા પાલિકાના વહીવટી વિભાગની કહેવાતી વહીવટી કુશળતા પર સવાલ ઉઠ્યા છે.
વડોદરા મહાનગર પાલિકાનો સ્ટેન્ડિંગમાં બજેટ બહાર પડ્યું બજેટની જે ચોપડીઓ હતી. એ ચપોળિઓ વડોદરા મહાનગર પાલિકાએ ચાર છોટા હાથીની અંદર ફક્ત 10 થી 15 થેલીઓ ચાર છોટા હાથીમાં મૂકી ને તમામ નગર સેવકોના ત્યાં ટેમ્પા મોકલ્યા બજેટ મોકલ્યું. એક બાજુ આ થેલીઓ એક ગાડીમાં કે એકટીવામાં કે રીક્ષામાં આપી શકતા હતા. પરંતુ પાલિકા દ્વારા ચાર છોટા હાથી કરીને જેતે રીતે નાનું મોટું કૌભાંડ આચર્યું છે તેવું દેખાઈ રહ્યું છે પાલિકા ના મેયર સાહેબ-સ્ટેન્ડિંગ સાહેબ -કમિશનર સાહેબ ને વિનંતી છે કે આ બાબતે ખાશ દયાન દોરી ને જેતે પટા વાળા કે જેતે વિભાગ ને મોકલી ને આ બજેટ મોકલ્યું હોત તો મોટો ખર્ચો ના થાત--અતુલ ગામેચી (સામાજિક કાર્યકર)
વડોદરા કોર્પોરેશનનું બજેટ છે પહેલા સ્થાઈ સમિતિ માં રજુ થતું હોય હોય છે ત્યાર બાદ સામાન્ય બોર્ડ સામાન્ય સભા માં રજુ થતું હોય છે એના ભાગ રૂપે એજન્ડા પણ બજાવામાં આવતો હોય છે મેયર ના માધ્યમ થી અને એના ભાગ રૂપે અમારા જે નગર સેવકો છે એમના ઓફિસ કે એમના ઘર સુધી જે પણ અજેન્ડા ની કોપી છે એ પ્રોપર સુધી પહોંચે એવો અમારો પ્રયાશ રહેતો હોય છે એના ભાગ રૂપે આ પ્રક્રિયા હાથ પર લેવાઈ હોય છે--હિતેન્દ્ર પટેલ (સ્ટેન્ડિંગ ચેરમેન)