ETV Bharat / state

Vadodara Corporation: સ્થાયી અધ્યક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવ્યું - મ્યુનિસિપલ કમિશ્નર વડોદરા

વડોદરામાં સ્થાયી અધ્યક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત (Vadodara Corporation) કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇતિહાસનું સૌથી મોટું વર્ષ 2023-24નું રૂપિયા 4761.93 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યા બાદ સ્થાયી સમિતિએ 68.82 કરોડનો વધારો કરી 4830.75કરોડનું અંદાજ પત્રમાં વધારો કરી મંજૂરી આપી છે.

Vadodara Corporation: સ્થાયી અધ્યક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવ્યું

author img

By

Published : Feb 7, 2023, 9:46 AM IST

વડોદરા: વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ વિકાસ કામો કરવા માટે એન્વાઇરમેન્ટ સહિત વધારાના રુપિયા 79 કરોડનો કરદરનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિવિધ વિકાસના કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં સુધારા વધારા બાદ આજે મ્યુ. કમિશનરને બજેટ સુપ્રત કરવામાં આવ્યુ હતુ.

સ્થાયી અધ્યક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવ્યું

વિકાસના કામો કરશે: વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇતિહાસનું સૌથી મોટું વર્ષ 2023-24નું રૂપિયા 4761.93 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યા બાદ સ્થાયી સમિતિએ 68.82 કરોડનો વધારો કરી 4830.75કરોડનું અંદાજ પત્રમાં વધારો કરી મંજૂરી આપી છે. જ્યારે આ વર્ષના બજેટમાં રૂપિયા 2600 કરોડના 924 વિકાસના કામો કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

સ્થાયી અધ્યક્ષ દ્વારા સૂચનો: સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,જેમાં ખાસ કરીને 79 કરોડનો વેરો વધારો ઝીકાયો છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ ટેક્સનો પણ ઉમેરો કર્યો છે. વડોદરા કોર્પોરેશનનું પાછલું બજેટ રૂપિયા 3838 કરોડ હતું. કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ઓપ્ટિક ફાઇબર કેબલ નેટવર્ક માટે કોર્પોરેશન દ્વારા અગાઉ જે રકમ અને ભાડું લેવામાં આવતું હતું તેને માફી આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા સરકાર પાસે ગ્રાન્ટની રકમની માંગણી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વહીવટી તંત્રને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી

નવા કરવામાં આવેલ સૂચનો: માંજલપુર ખાતે સ્વીમીંગ પુલ નવો બનાવવો. મોનો કાર્પીસી માટે નિષ્ણાતોનો અભિપ્રાય મંગાવવો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વીએમસી સ્ટોક હોલ્ડર તરીકે લે છે એટલે વધુ ભાવ ચુકવવો પડે છે તે બાબતે યોગ્ય વિચારણા કરી, યોગ્ય આયોજન કરવું. મોટા પ્રમાણમાં જયાંથી કચરો કલેકટ કરવામાં આવે છે. તેઓ પાસેથી ચાર્જ લેવાની પોલીસી બનાવવી.

સંદર્ભે પોલીસી બનાવવી: વ્હીકીલપુલને નિયત સમય મર્યાદામાં બે ઝોનમાં વહેચવું, જાહેર સ્થળોએ ટોઇલેટ પે એન્ડ યુઝ વાળી સંસ્થાઓને આપવા મિલ્કત વેરાના સંદર્ભમાં વ્યાજ માફીની સ્કીમો લાવ્યા બાદ પણ વેરો ના ભરતા હોય તે મિલ્કત પર બોજો ચઠાવવાનું નકકર આયોજન કરવું. ઇન્ડસ્ટ્રીઝ અને કોર્મશીયલના પાણી કનેકશનને વોટર મીટરથી જ પાણી આપવા સંદર્ભે પોલીસી બનાવવી. રોડ ડીવાઇડર તેમજ અન્ય લોક ઉપયોગી વ્યવસ્થાઓ માટે સીએસઆર અંતર્ગત બનાવવા સીએસઆર પોલીસી બનાવવી. ભારત સરકારના નવા આવેલા નિયમ સંદર્ભે 15 વર્ષ જુના વ્હીકલની યાદી બનાવવી અને તેના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરવી.

રીંગરોડનું આયોજન: પંપ વાળી પાણીની ટેન્કરો વધારવી ઓએફસી કેબલની તમામ પરવાનગીઓના ડ્રોઇગનું ડીઝીટલાઇઝેશન કરવું વડોદરા મહાનગરપાલિકાના વિવિધ બેન્કોમાં જે બંધ ખાતાઓ છે જે બંધ થઇ ગયા છે. તે કાયદાકીય પ્રક્રિયા કરી તબકકાવાર બંધ કરાવવા. પ્લીનીટોરીયમનું મશીન નવું ખરીદવું અથવા રીપેરીંગ કરાવી શરૂ કરવું. ટ્રાફિકનું ભારણ ઘટાડવા બે આઉટર રીંગરોડનું આયોજન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.