વડોદરા: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વાર માથું (Vadodara Coronavirus Cases) ઊંચક્યું છે ત્યારે સંભવિત ચોથી લહેરને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સમગ્ર રાજ્યમાં તમામ હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ તેમજ મેડિકલ સુવિધાઓની (Vadodara Medical Store Assio President) ચકાસણી થઈ રહી છે. વડોદરા શહેરમાં આવેલ મેડિકલ સ્ટોર પર સંભવિત ચોથી લહેરને લઈ વાયરસ સામે લડવા માટે માસ્ક, સેનિટાઇઝર અને દવાઓમાં કેટલા ટકા નો વધારો છે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જિલ્લાની તમામ હોસ્પિટલ કોરોના સામે લડવા તૈયાર, પદાધિકારીઓએ કરી મુલાકાત
વેચાણ વૃદ્ધિ: શહેરમાં મેડિકલ સ્ટોર પર સંભવિત ચોથી લહેરને લઈ કોરોના વાયરસ સામે લડવા સૌથી વધુ અસરકારક માસ્કના વેચાણમાં 25 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ વાયરસમાં પ્રાથમિક સારવાર અને ફલૂ માટે ઉપયોગી દવાઓમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે લિકવિડ ઓક્સિજનના પ્લાન્ટમાં મોકડ્રીલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શુ કહે છે: આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા મેડિકલ એસોસિએશન ના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક વિકથી કોરોનાની સંભવિત ચોથી લહેર દેખાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ગણી બધી ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે સાથે માસ્કને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે જેમાં દિવસેને દિવસે માસિકના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: સરકારી જમીનમાંથી રૂપિયા 12.28 લાખની ખનીજચોરીનો ઘટસ્ફોટ
પુરતો સ્ટોક: હાલમાં માસ્કના વેચાણમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો સાથે નોર્મલ મેડિકલ કફ અને ફલૂ માટે ઉપયોગી થતી હોય તેમાં પણ 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. રિટેલ અને હોલસેલમાં પણ પૂરતો જથ્થો હાલમાં ઉપલબદ્ધ છે અને કોઈ પણ પડકારને ઝીલવા તૈયાર છે. આ અંગે ફૂડ એન્ડ દ્રગ વિભાગ દ્વારા પણ સૂચનો કરાયા છે કે જરીરી મેડીકલમાં સ્ટોક ઉપલબ્ધ રાખવાની માહિતી આપવામાં આવી છે.
બાઈટ - અલ્પેશ પટેલ ,મેડિકલ એસોસિએશન પ્રમુખ