મળતી માહિતી પ્રમાણેભાજપે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના નામની જાહેરાતની રાહ જોયા વિના જ પ્રચાર શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે આજે સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાજપને મતદારોનો સંપર્ક કર્યો અને મોદી સરકારની સિદ્ધીઓ દર્શાવતી પત્રિકાને લોકો વચ્ચે વહેંચી હતી.
જો કે, આ પત્રિકામાં મોદી સરકારે કરેલી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસને આ વાતની જાણ થતા જ તેઓએ આચાર સંહીતાનો ભંગ થતો હોવાનો ભાજપ પર આરોપ મુક્યો હતો. ઉપરાંતઆ તમામ પત્રિકાઓને પરત લેવા માટેની માંગ કરી તો બીજી તરફ જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય ચૂંટણી પંચને આ મામલે માહિતગાર કરીને કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.