સુરતની ઘટના બાદ સમગ્ર રાજયમાં તંત્ર દ્વારા ટયુશન કલાસીસ સંચાલકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયા બાદ જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડી ટયુશન ક્લાસ સંચાલકોને હૂકમ કર્યો છે.જેમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચાલતા તમામ પ્રકારના ટયૂશન ક્લાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
![BARODA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2018-06-06-14h57m08s5881558939092845-97_2705email_1558939103_894.png)
આ ઉપરાંત દરેક સંસ્થાઓએ ફાયર સેફ્ટીની વ્યવસ્થાના NOC મેળવી લેવા અને તે સંબંધીપુરાવા રજૂ કરીને વસાવેલ ફાયર સેફ્ટીના સાધનોની માહિતી આપવા જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ઇ.પી.કો.કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તે મુજબ જો કોઈ ખામી હશે તો શિક્ષાને પાત્ર ઠરશે તેમજ તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.