ETV Bharat / state

ગુજરાત લોકડાઉનઃ વડોદરાના પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી, ઉલ્લંઘન કરનારા સામે થશે કડક કાર્યવાહી - vadodra news

વિશ્વની સાથે વડોદરા શહેરમાં કોરોનાનો વ્યાપ વધતાં સમગ્ર શહેર અને જિલ્લામાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેની માહિતી શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કામ વગર બહાર નિકળનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

etv bharat
પોલીસ કમિશ્નર
author img

By

Published : Mar 24, 2020, 1:56 PM IST

વડોદરાઃ કોરોનાનો વ્યાપ વધતા સમગ્ર શહેર અને જિલ્લામાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેની માહિતી શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કામ વગર બહાર નિકળનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરાઃ શહેરને કોરોનાના વધતા જતા વ્યાપને લઇ કરાયુ લોકડાઉન, પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી

અત્યાર સુધીમાં 500 જેટલાં વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 42 મોટા ટ્રાફિક જંકશનો બંધ કરવામાં આવ્યા છે. 25 માર્ચ સુધી શહેરમાં જીવન જરૂરિયાતની અને આરોગ્ય સિવાયની વિવિધ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તે સિવાયની દુકાનો ખોલનારા સામે ગુનો નોંધાશે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પ્રજાને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. છતાં 144નો ભંગ કરી લોકોનાં ટોળા જોવા મળતાં કેટલાક લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસ કમિશ્નરે પોલીસ કંટ્રોલરૂમમાંથી શહેરમાં લગાવાયેલાં CCTV મારફતે લોકડાઉનની સમગ્ર શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો લોકડાઉનને લઈ શહેર ફરતે 11 ચેકપોસ્ટ પર સીલ મારી કડક નાકાબંધી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.