ETV Bharat / state

સિટી બસમાંથી ઉતરતો યુવક પટકાતા વ્હિલ ફરી વળ્યું, કિડની પણ ડેમેજ - Vadodara police Station

વડોદરા સિટી બસના અકસ્માત જાણે સામાન્ય બની (Vadodara City Bus Accident) રહ્યા હોય એવા કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા મહિના પહેલા યુવતીને ઈજા પહોંચાડનાર બસે હવે એક યુવાનને નુકસાન પહોંચાડ્યું છે. સિટી બસમાંથી ઊતરતી વખતે યુવાન પટકાતા એના પર વ્હીલ ફરી વળ્યું હતું. જેના કારણે યુવાનને ત્રણ ફ્રેક્ચર થયા છે અને કિડની પણ ડેમેજ થઈ છે.

સિટી બસમાંથી ઉતરતો યુવક પટકાતા વ્હિલ ફરી વળ્યું, કિડની પણ ડેમેજ

author img

By

Published : Dec 28, 2022, 5:17 PM IST

વડોદરા: વડોદરા શહેરના છાણી જકાતનાકા (Vadodara City Bus)પાસે સિટી બસમાંથી ઉતરવા (Vadodara Chhani Jakat naka)જતાં યુવક પટકાતા તેના કમરના નીચેના ભાગ પરથી બસનું વ્હિલ ફરી વળતા ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકે પોલીસ ફરિયાદમાં સિટી બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા: પોષણક્ષમ ભાવ નહીં મળતા ધોરાજીના ખેડૂતો ચિંતિત

કોણ છે યુવાન: વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવાતી વિનાયક લોજીસ્ટિકની સિટી બસે વધુ એક અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. છાણી જકાતનાકા પાસે આવેલ તરુણનગરમાં રહેતો અને પ્લાયવુડની દુકાનમાં નોકરી કરતો 27 વર્ષિય યુવક સચિન સુરેશભાઇ જાદવ ગત 25 ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ઘરે નિકળી ગોત્રીમાં તેના મામાને ત્યાં ગયો હતો.

હોસ્પિટલ ખસેડાયો: સાંજે સચિન પરત ફરતો હતો ત્યારે સયાજીગંજ સિટી બસમાં બેઠો હતો. સચિનને છાણી જકાતનાકા સર્કલ પાસે ઉતરવાનું હોવાથી તે બસના આગળના દરવાજા પાસે આવ્યો હતો. બસના ડ્રાઇવર બસ સાઇડમાં લેતા સચિન બસમાંથી નીચે ઉતરવા જતો હતો ત્યારે ડ્રાઇવરે બસને ગફલતભરી રીતે હંકારી દેતા સિટી બસના કંડક્ટર સાઇડનું પાછળનું વ્હિલ કમરથી નીચેના ભાગે ફરી વળ્યું હતું. જેથી તેને ગંભીર ઇજાઓ થતાં તે અર્ધબેભાન થઇ ગયો હતો અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હવે ચરસીને પકડવા રાજકોટ પોલીસ ડ્રગમીટરથી સજ્જ, 15 મિનિટમાં ફૈંસલો

MSUની વિધાર્થી ભોગ બની હતી: ગત માર્ચ મહિનામાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી શિવાની નામની મૂળ સુરતની યુવતીને સિટી બસે જનમહલ સ્થિત ડેપોમાં જ કચડી નાખી હતી અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ચકચારી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી. ત્યારે ફરી એકવાર સિટી બસે અકસ્માત સર્જ્યો છે.

પોલીસ ફરિયાદ: સયાજી હોસ્પિટલમાં સર્જિકલ આઇસીયુ વોર્ડમાં દાખલ સચિન જાદવને થાપાના ભાગે ત્રણ જગ્યાએ ફ્રેક્ચર, મૂત્રાશય અને કિડની પણ ડેમેજ થયાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી ઇજાગ્રસ્ત સચિને સિટી બસના સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત સચિનના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર સચિનના પિતા સુરેશભાઇ સાત મહિના અગાઉ છાણીમાં એક કન્સટ્રક્શન સાઇટ પર સિક્ટોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા ત્યારે તેઓ આકસ્મિક રીતે પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું. સચિન અપરણિત હોવાથી અને તેને પણ અકસ્માત થતાં હવે તેની માતાની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો: આંગણવાડીનું કામ વર્ષ વીતવા છતાં અપૂર્ણ, બાળકો મચ્છી માર્કેટમાં બેસવા મજબૂર

વિવાદમાં સીટી બસ સેવા: સમગ્ર વડોદરા શહેરમાં મુસાફરોને ઝડપી સમયસર પોહચી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટરને સીટી બસ સેવાની સુવિધા પૂરી પાડવાની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ વારંવાર થતા અકસ્માતો નો ભોગ નગરિકોને જ ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે અગાઉ પણ બસ ટેન્ડ વિસ્તારમાં જ સુરતની એક વિદ્યાર્થિની શિવાનીને સીટી બેસે અડફેટે લેતા કચડી નાખી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.