ETV Bharat / state

Narayan Sarovar : 27 કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ, CMના હસ્તે લોકાર્પણ - વડોદરા સમાચાર

વડોદરાના ચાણસદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નારાયણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 27 કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ સામે આવ્યું હતું. આ તકે પ્રવાસન પ્રધાન મુળુ બેરાએ કહ્યું હતું કે, સ્વામીએ વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ હતો.

Narayan Sarovar : 27 કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ, CMના હસ્તે લોકાર્પણ

author img

By

Published : Apr 10, 2023, 4:37 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નારાયણ સરોવરનું લોકાર્પણ

વડોદરા : પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં નારાયણ સરોવરનું લોકાર્પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ ચાણસદમાં રાજ્ય સરકારના પ્રવાસ વિભાગના રૂપિયા 10 કરોડના અનુદાન અને સંસ્થાના 17 કરોડ સહિત કુલ 27 કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ કરવાનું સામે આવ્યું છે. નારાયણ સરોવરના લોકાર્પણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

PM મોદીનું આહવાન ઝીલ્યું : પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા તેમણે સદ્ભાગ્યની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના શૈશવકાળના સંસ્મરણો ધરાવતા આ તળાવનું રિડેવલોપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને બી.એ.પી.એસ. સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને ઝીલીને રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પાણીને ઘી જેમ વાપરવાની સલાહ : વધુમાં મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આ વર્ષે બજેટમાં અમૃત 2.0 અંતર્ગત તળાવોના વિકાસ, પાણી પુરવઠાના કામો માટે 1454 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો. ભગવાન મહાવીરે પણ પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટા છે, તેવું જણાવી મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, તેમના નેતૃત્વમાં કોઈપણ સમસ્યા આવે તે પહેલા તેમાંથી બહાર નીકળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવે છે. PM મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો નાગરિકોને લાભ મળી રહ્યા છે. ઘર સુધી પીવાનું પાણી નલ સે જલ યોજના અંતર્ગત પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Hanuman Jayanti: કિંગ ઓફ સાળંગપુર, 54 ફૂટની પ્રતીમાનું ભક્તિભાવ સાથે લોકાર્પણ

વિશ્વશાંતિ માટે અનોખો ચીલો : પ્રવાસન પ્રધાન મૂળુ બેરાએ નારાયણ સરોવરને હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાવી જણાવ્યું હતું. પવિત્ર ભૂમિ ચાણસદમાં આવેલા નારાયણ સરોવરના બ્યુટીફીકેશનથી લાખો પર્યટકોને લાભ મળશે. સ્વામીજીએ વિશ્વશાંતિ માટે સેવાકાર્યોનો અનોખો ચીલો ચાલુ કર્યો હતો. સંસ્કાર યુક્ત શિક્ષણ પર ભાર આપીને સ્વામીજીએ કરોડો યુવાનોની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Hanuman Jayanti 2023: હનુમાન જયંતિ નિમિત્તે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે સાળંગપુર ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા

વિશ્વ શાંતિનું કેન્દ્ર બિંદુ : સાંસદ નરહરિ અમીને જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના 10 કરોડના અનુદાન અને સંસ્થાના 17 કરોડ સહિત કુલ 27 કરોડના ખર્ચે નારાયણ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ગામમાં આરોગ્ય, શિક્ષણ અને મહિલાના પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તક્કે બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં નિર્માણ થયેલ નારાયણ સરોવર વિશ્વ શાંતિનું કેન્દ્ર બિંદુ બની રહેશે. પૂર્વાપરના પુણ્યથી ગુરુહરિ પ્રમુખસ્વામી અહીં પ્રગટ થયા હતા. નારાયણ સરોવરની વિકાસ ગાથાની વિગતો આપી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રવાસન પ્રધાન મુળુ બેરા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ,મેયર નિલેશ રાઠોડ, વિસ્તારના સાંસદો, ધારાસભ્યો બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક ઈશ્વરચરણ સ્વામી, સંત ભક્તિ પ્રિયદાસ સ્વામી, સંતો હરિભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.