વડોદરા: આ કેસમાં ફરિયાદી શહેરના સમા રોડ ખાતે રહેતા કેયુરભાઈ પટેલે પ્રોજેક્ટ ફાઈનાન્સ કન્સલના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરના માંજલપુરમાં આવેલ પરસોતમનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ માંજલપુર ખાતે જીમનેસિયમનો પ્રોજેક્ટ કર્યો હતો. જે માટે કલ્પેશ પટેલે લોન મેળવવા તથા પ્રોજેક્ટ તૈયાર કરવા પ્રોજેક્ટ ફાઈનાન્સ કન્સલ્ટન્સ તરીકે મારી સલાહ લીધી હતી. હું તેમાં રોકાણ કરું તો જમીન ખરીદીનો જે નફો થાય તે ચૂકવી આપવા ખાતરી ભાગીદારી કરી હતી.
જવાબ ન મળતા ફરિયાદ: વર્ષ 2013ના કરાર અનુસાર કેયુરભાઈએ જમીન ખરીદવા કલ્પેશ પટેલને 1,68,75,000 રકમ રોકાણ પેટે આપી હતી. તે જમીનનું વેચાણ થતા કલ્પેશ પટેલ 1.80 કરોડ લેખિત કરાર થકી ચૂકવી આપવાની જવાબદારી સ્વીકારી હતી. તે સમયે કલ્પેશ પટેલે આપેલ 2,09,53,000 નો ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા તે રિટર્ન થયો હતો. આ દરમ્યાન નોટિસો આપવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે કેયુરભાઈએ કલ્પેશ પટેલ સામે કેસ દાખલ કરી કોર્ટમાં કેસ ચાલતા દલીલો બાદ વર્ષો બાદ ચુકાદો આવ્યો હતો.
1 વર્ષની સાદી કેદની સજા: આ કેસમાં બંને પક્ષે રજૂ કરેલ દલીલો અને પુરાવાના આધારે જીપ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે, નાણાકીય વ્યવહારોમાં ચેક આપવાની ગંભીરતા ખબર હોવી જોઈએ. આરોપી ફરિયાદીને રકમ પરત નહીં કરે તેઓ ઈરાદો જણાઈ રહ્યો છે. જેથી આરોપીને પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય નથી. આ કેસમાં આરોપી કલ્પેશ પટેલને 1 વર્ષની સાદી કેદની સજા સાથે ફરિયાદીની બાકી લેણાની રકમ 1,43,27,000નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો આરોપી દ્વાર દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.