વડોદરા: લોકડાઉનમાં અટવાઈ ગયેલા શ્રમિકોને તેમના વતન મોકલવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જોકે, કેટલાક લોકોને ઓન લાઈન પ્રક્રિયા કરતાં ના આવડતી હોવાથી તો કેટલાક લોકો પાસે વતન જવા માટે નાણાં ન હોવાથી અટવાયા હતા. તેવામાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા માટે સુવિધા તેમજ ભાડું પણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 3000 જેટલા વતન જવા માંગતા શ્રમિકોની નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 350 જેટલા શ્રમિકોને પોતાના વતન અલીગઢ ખાતે જવાની મંજૂરી મળતાં સોમવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આ તમામ શ્રમિકોને બોલાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સિલર અનિલભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ દ્વારા 500 રૂપિયા ભાડું આપવામાં આવ્યું હતું.
વળી કેટલાક શ્રમિકોએ તો અમારી પાસે ભાડું છે તમે જેને જરૂર છે તેને આપવાનું કહેતા તેઓની ઈમાનદારી જોઈ કોંગ્રેસના અગ્રણીઓ પણ હેબતાઈ ગયા હતા અને આ સેવા ચાલુ રહેશે તેમ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવી તમામ શ્રમિકોને અલીગઢ તેમના વતન જવા માટે રવાના કર્યા હતા.
બાઈટ : પ્રશાંત પટેલ પ્રમુખ,શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા
બાઈટ- પરપ્રાંતી