વડોદરા : અડગ મનના માનવીને હિમાલય નડતો નથી આ કહેવતને સિદ્ધ કરી છે વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી યશ્ચિ પટેલે. યશ્ચિ પટેલ ગંભીર બીમારીથી પીડાતી હોવા છતાં ધોરણ 12 સાયન્સમાં 50 ટકાથી વધુ માર્ક મેળવી ઉત્તીર્ણ થઈ છે. યશ્ચિ પટેલ GBS (ગુઇલેન-બેરે) નામની ગંભીર બીમારીથી પીડાતી હતી. આ બીમારીમાં પેરાલિસિસ અને કોમ જેવી કન્ડિશન હોવાથી તે 78 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ટૂંકી તૈયારી બાદ પાસ થતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે યશ્ચિની પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી ધાર્યા કરતા સારું પરિણામ મેળવી શકી ન હતી. હવે તે આઈટી એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માંગે છે, પરંતુ કોઈ સ્વૈચ્છીક સંસ્થા મદદરૂપ થાય અને તે પોતાનું સપનુ સાકાર કરે તેવી અપેક્ષા સેવી રહી છે.
78 દિવસ વેન્ટિલેટર પર રહી : યશ્ચિ પટેલ રોજના 6 કલાકનો અભ્યાસ કરતી હતી. જેના કારણે તે હાલ ધોરણ 12 સાયન્સમાં આગળ વધી છે. તે વર્ષ 2021માં GBS નામની ગંભીર બીમારીથી પીડાઈ હતી. જેના કારણે વર્ષ 2022માં પરીક્ષા આપી શકી ન હતી અને વર્ષ 2023માં ફરી પરીક્ષા આપી હતી. ગંભીર બીમારી દરમિયાન તે 78 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ભરપૂર આત્મવિશ્વાસ રાખી બીમારીમાંથી બહાર આવી હતી. પિતા ટીવી મિકેનિક હતા. જેથી ઘરમાં જોઈએ તે પ્રમાણેની આવક ન હતી. જેથી તે યોગ્ય અભ્યાસ કરી શકે છતાં સાયન્સમાં 50 ટકા ઉપર મેળવી સારું પરિણામ મેળવી યોગ્ય જગ્યાએ એડમિશન મળે તે માટે કોઈ સ્વૈચ્છિક સંસ્થા મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. યશ્ચિ આઈટી એન્જિનિયરિંગ કરવા માંગે છે.
અભ્યાસમાં ખૂબ મુશ્કેલી પડી : આ અંગે યશ્ચિની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને જે પ્રમાણે બીમારી હતી. તેના પ્રમાણમાં ખૂબ સારી તૈયારી કરી છે. તેને ત્રણ ટાઈમ ફિઝિયો થેરાપી આપવા માટે લઈ જવાની અને એક્સરસાઇઝ કરવામાં 4 કલાક બગડવા છતાં અન્ય બચેલો સમયનો યોગ્ય ઉપયોગ કરી અભ્યાસ કરતી હતી. પોતાનો બોડી સપોર્ટ ન કરતી હોવાથી અભ્યાસમાં ખૂબ મુશ્કેલી પડતી હતી.
હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા : અભ્યાસ દરમિયાન યશ્ચિના હાથ પગ એકદમ કામ કરતા બંધ થઈ ગયા હતા. શરૂઆતમાં તેને ચીકનગુનિયાના નિષ્ણાત જોડે લઈ ગયા હતા, પરંતુ પછી જાણવા મળ્યું કે, તેને અન્ય કોઈ બીમારી હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છતાં કઈ ફરક ન લાગતા આખરે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં નિષ્ણાંતે તેની સારવાર કરી હતી. જ્યાં તેને 78 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજ દિન સુધી તેની એક્સરસાઇઝ હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો : Hsc Exam Result 2023 : આજીવન માર્ગદર્શન મળે તે માટે ધો 12માં પાસ થનારને વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભેટમાં અપાઇ
અમારો કપરો સમય હતો : વધુમાં અશ્વિની માતાએ જણાવ્યું હતું કે, આર્થિક સંક્રમણ ખૂબ જ વધુ હોવાના કારણે અમારા સગા સંબંધીએ મદદ કરી હતી. સાથે જ પોતાની પાસે રહેલી તમામ બચત અને જમીન પણ વેચી દીધી હતી. હજુ પણ અમારા માથે દેવું છે. અમારો તે કપરો સમય હતો અને હવે તે સમયમાંથી અમે થોડા બહાર આવ્યા છે, પરંતુ દીકરીના અભ્યાસ માટે કોઈ સ્વૈચ્છિક સંસ્થા કે કોઈ મદદ કરે તેવી આશા રાખીએ છીએ.
આ પણ વાંચો : Hsc Exam Result 2023 : અમદાવાદ શહેરનું ધો 12માં સાયન્સનું 65.62 ટકા પરિણામ, ટાગોર હોલમાં વિદ્યાર્થીઓનું સન્માન
ધાર્યા કરતાં ઓછું પરિણામ મળ્યું : આ અંગે યશ્ચિએ જણાવ્યું હતું કે, મારી બીમારી 10 ઓક્ટોમ્બર 2021માં GBS નામની ગંભીર બીમારી થઈ હતી. ન્યુરો મોટર્સ ડીસીઝ નામની આ બીમારી ખૂબ જ હાવી થઈ ગઈ હતી. જેના કારણે 78 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મારી ફીઝીઓથેરાપી ચાલી રહી હતી તે. દરમિયાન મારે અભ્યાસ કરવાનો હું ઘરેથી જ અભ્યાસ કરતી હતી, પરંતુ સ્કૂલમાં અભ્યાસ કરવા માત્ર ત્રણ માસ માટે આવી હતી. ધાર્યા કરતાં પરિણામ ઓછું મળ્યું છે. એક તરફ બીમારી હોવાથી હાથેથી પેપર પૂરું લખી શકાતું ન હતું. મને લાહીયો પણ નથી મળ્યો તેથી ખૂબ મુશ્કેલી રહી હતી. પરીક્ષા સ્થળે લિફ્ટ ન હોવાથી પરીક્ષા માટે મુશ્કેલી રહેતી હતી. મારે આઈટી એન્જિનિયરિંગ કરવું છે.