ETV Bharat / state

વડોદરામાં લમ્પી વાયરસને પશુઓમાં ફેલાતો અટકાવવા પશુ ચિકિત્સકો ખડે પગે

ગુજરાતના 20 જિલ્લાઓમાં લમ્પી વાયરસ( Lumpy virus)જોવા મળ્યો છે. લમ્પી વાયરસ પશુઓના મોત થયા છે. વડોદરા જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા સાવચેતીના પગલારૂપે રસીકરણ(Lumpy virus vaccination in Vadodara) કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુ પાલન વિભાગના સહયોગથી 17 ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા છે.

વડોદરામાં લમ્પી વાયરસને પશુઓમાં ફેલાતો અટકાવવા પશુ ચિકિત્સકો ખડે પગે
વડોદરામાં લમ્પી વાયરસને પશુઓમાં ફેલાતો અટકાવવા પશુ ચિકિત્સકો ખડે પગે
author img

By

Published : Aug 3, 2022, 6:09 PM IST

વડોદરાઃ રાજ્યના 20 જિલ્લામાં પશુઓમાં લમ્પી (Lumpy vaccination in Gujarat )વાયરસ જોવા મળ્યો છે. વડોદરા જિલ્લામાં પશુઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા નથી. ભેંસ અને ગાય વર્ગના પશુઓમાં આ વાયરસ( Lumpy virus )ફેલાયો છે. વડોદરા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે LSD (લમ્પી સ્કિન ડિસિસ) ને અટકાવવા(Lumpy virus vaccination in Vadodara) જિલ્લા પંચાયતની પશુપાલન શાખા, વડોદરા ડેરી અને ફરતું પશુ દવાખાનાના પશુ ચિકિત્સકો દ્વારા 3466 પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા - GVK EMRI ની MVD ના પશુચિકિત્સકો સતત ખડે પગે રહીને પશુઓની સારવાર કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં કાર્યરત 16 MVD અને વડોદરા શહેરમાં કાર્યરત બે કરુણા એમ્બ્યુલન્સના પશુ ચિકિત્સકો લમ્પી વાયરસથી પશુઓને બચાવવા સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે પશુઓનું રસીકરણ કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં હાલમાં LSDના કેસ જોવા મળ્યા નથી પરંતુ રાજ્યના પશુ પાલન વિભાગ,GVK EMRI MVD વડોદરાની ટીમ સંયુક્ત રીતે તકેદારીના ભાગરૂપે સારવાર અને રસીકરણની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચોઃ લમ્પી વાયરસથી પાયમાલ થયેલા પશુપાલકોની મદદે આવી કોંગ્રેસ, સહાય અપાવવા લડત શરૂ

લમ્પી વાયરસ રસીકરણ - જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુ પાલન વિભાગના સહયોગથી 17 ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા તાલુકામાં નંદેસરી, સિંધરોટ, રામનાથ પાદરામાં મુવાલ, સરસવણી ,કરજણમાં કણભા, કરમડી શિનોરમાં આનંદી, વાણીયાદ ડભોઈમાં કરનાળી, સીમલીયા વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા,સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ, વરસડા ગામનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.