વડોદરા ઉત્તરાયણ પર્વને હવે 2 દિવસ બાકી છે. શહેરના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના વિવિધ બજારમાં લોકોમાં પતંગ દોરી સાથે ખાદ્ય ચીજવસ્તુ માટે દુકાનોમાં પણ ભીડ જોવા મળી રહી છે. તેને લઈ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરની વિવિધ દુકાનો પર ખોરાક શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી
આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે કામગીરી ઉત્તરાયણને લઈ વડોદરા નગરપાલિકાની ખોરાક શાખા સતર્ક થઈ છે. શહેરના ચોખંડી વિસ્તારમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરે તમામ ખાદ્યવસ્તુઓનું ચેકીંગ કર્યું હતું. આ વાનગીઓ ખાવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અધિક આરોગ્ય અમલદાર અધિક વૈધની સૂચના અનુસાર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વ નિમિત્તે વધુમાં વધુ ખવાતી ચીજવસ્તુઓ જેવી કે, ઉંઘીયું, જલેબી, ચિક્કીથી લઈને તમામ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
વિવિધ દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરી વીએમસી ખોરાક શાખાએ વિવિધ વિસ્તારમાં દુકાનોમાંથી સેમ્પલ લઈ કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન દુકાનમાંથી જો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવશે તો ખોરાક શાખા દ્વારા નાશ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ખોરાક શાખા મોટા ભાગના તહેવારોમાં સતર્કતાના ભાગરૂપે આ પ્રકારનું ચેકિંગ કરતા હોય છે. ત્યારે લોકોનો ખૂબ લોકપ્રિય તહેવાર મક્રરસંક્રાતિ નિમિત્તે પાલિકાની ફૂડ શાખાએ ચેકિંગ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો રાજકોટમાં કેક શોપ પર દરોડા, એક્સપાયરી ડેટ વાળો માલ મળ્યો
4 ટીમ કરશે ચેકિંગ આ અંગે આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અધિક આરોગ્ય અમલદાર અધિક વૈધ તરફથી અમને જ્યાં જલેબી ચિક્કીનું જ્યાં વેચાણ થાય છે. ત્યાં ચેકિંગ કરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવા જણાવાયું હતું. તેને લઈ ચોખંડી વિસ્તારની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીને લઈ 4 ટીમો ઉત્તરાયણના આગલા દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં જઈ ચેકિંગ કરી સેમ્પલ મેળવશે. આ સાથે જ તમામ ઝોનમાં ચેકિંગ થશે. એટલે કોઈ પણ નાગરિકના આરોગ્ય સાથે ચેડાં નહીં થાય.