- રાજ્ય સરકારે વડોદરા નગરપાલિકા પાસે મંગાવ્યા રિપોર્ટ
- પાંચ વર્ષ દરમિયાન લોકભાગીદારીના કરેલા કામોનો રિપોર્ટ પાલિકા રજૂ કરશે
- લોકભાગીદારીના કરતાં કામો ના નિયમો બદલાયા હોવાની ચર્ચા
વડોદરાઃ શહેર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન લોકભાગીદારીથી RCC રોડ તથા પાણી તેમજ ડ્રેનેજ લાઇનના કામ કરવામાં આવ્યા હતા. તેવા તમામ કામોની વિગત રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવી છે. જેની પાછળ નિયમો બદલાયા હોવાનું પણ જાણકારો માની રહ્યા છે.
ખર્ચનો હિસાબ હવે રાજ્ય સરકારને પાલિકા દ્વારા સુપરત કરવો પડશે
જે પ્રકારે પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે. તે ખર્ચનો હિસાબ હવે રાજ્ય સરકારને પાલિકા દ્વારા સુપરત કરવો પડશે અને તેને લઈને પાલિકાના તમામ અધિકારીઓ કામે લાગ્યા છે અને તમામ વિગતો એકત્ર કરીને તેનો રીપોર્ટ બનાવી રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.