ETV Bharat / state

વડોદરા પોલીસની ક્રૂરતા: મંદિરમાં આરામ કરી રહેલા બે યુવાનોને ઢોરમાર માર્યો - crime in vadodara city

વડોદરાના વારસીયા લાલ અખાડા પાસે આવેલા મંદિરમાં બપોરના સમયમાં આરામ કરી રહેલા બે યુવાનોને પોલીસે ઢોર મારતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તેમના પર જુગાર રમતા હોવાનો આક્ષેપ મૂકી માર મારી લોહી લુહાણ કરી નાખતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો અને પોલીસ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

વડોદરા પોલીસની ક્રૂરતા: મંદિરમાં આરામ કરી રહેલા બે યુવાનોને ઢોરમાર માર્યો

author img

By

Published : May 8, 2020, 12:17 PM IST

વડોદરા: સિટી પોલીસ મથકને વારસીયા લાલ અખાડા પાસે આવેલા સરસીયા મહાદેવ મંદિર પાસે જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પી.સી.આર.વાન સ્થળ પર પહોંચી ગઇ હતી અને મંદિરમાં સુઇ રહેલા યોગેશ પટેલ અને જયેશ માછીને ઢોર માર માર્યો હતો. જેમાં બંન્ને યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

વડોદરા પોલીસની ક્રૂરતા: મંદિરમાં આરામ કરી રહેલા બે યુવાનોને ઢોરમાર માર્યો

આ બનાવની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. એક યુવાનના માથામાં 5 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે યોગેશ પટેલ અને જયેશ માછી ગરીબ લોકો છે. ઘરમાં પંખાની સુવિધા ન હોવાથી મંદિરમાં આરામ કરી રહ્યા હતા. જુગારની બાતમીના આધારે આવેલી પોલીસે કોઇપણ જાતની તપાસ કર્યાં વિના મંદિરમાં બુટ પહેરીને ઘૂસી ગઇ હતી અને આરામ કરી રહેલા બંને યુવાનોને લાકડીઓના ફટકા માર્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક લોકોએ ખોટી રીતે બે યુવાનોને ઢોર માર મારનાર પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.