ETV Bharat / state

કરજણ પોલીસ મથકની હદમાં હાઇવે પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતના બનાવમાં એક બાળક સહિત બે ના મોત - news in Accident

કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ તથા નેશનલ હાઈવે નં.48 પર અલગ - અલગ સ્થળે ભારદારી વાહનોના અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં એક બાળક સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતા. આ અકસ્માત મોતના બનાવની કાર્યવાહી કરજણ પોલીસે હાથ ધરી છે.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Dec 9, 2020, 6:14 PM IST

  • કરજણ હાઇવે પર બે અકસ્માત
  • એક બાળક સહિત બે ના મોત
  • કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા : કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ તથા નેશનલ હાઈવે નં.48 પર અલગ - અલગ સ્થળે ભારદારી વાહનોના અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં એક બાળક સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતા. આ અકસ્માત મોતના બનાવની કાર્યવાહી કરજણ પોલીસે હાથ ધરી છે.

નેશનલ હાઈવે નં.48 પર અલગ - અલગ સ્થળે ભારદારી વાહનોના અકસ્માતના બનાવો બન્યા

7 વર્ષના માસૂમ બાળકને અડફેટે લઈ ડંમ્પર ચાલક ફરાર
સાંસરોદ ગામે ફીરોજભાઇ બાબુભાઇ વ્હોરા તેમનાં પરિવાર સાથે રહે છે. તેઓ તેમના પુત્ર ફૈઝલ ઉ.વ.7 ને લઇને ઉભા હતા. તે વખતે પાલેજ - નારેશ્વર રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા રેતી ભરેલા ડમ્પરો પૈકી એક ડમ્પર ચાલકે 7 વર્ષના માસુમ બાળક ફૈઝલને અડફેટમાં લીધો હતો. એટલું જ નહિ ડમ્પર ચાલકે માસુમ બાળક ઉપર વ્હીલ ફેરવી દેતા તે ચગદાઈ ગયો હતો. જેમાં ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજયું હતું. આ અકસ્માત મોતના બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માતેલા સાંઢની ગતિએ દોડતા રેતી ભરેલા ડમ્પર ચાલકો સામે નગરજનોમાં આક્રોશ

અકસ્માત મોતના બનાવની પ્રાપ્ત વિગત મુજબ કરજણ હાઇવેના વડોદરાથી ભરુચ તરફ જતાં હાઇવે નં. 48 પર મોતી મહલ હોટલની સામેનાં હાઈવે પર એક ટેન્કર ચાલકે અંધારામાં કોઇ પણ પ્રકારની લાઇટો ચાલુ રાખ્યા વગર ટેન્કરને હાઇવેની સાઇડ ઉપર ઉભી રાખી હતી. આ રોડ પરથી પૂર ઝડપે પસાર થતા અને આગળ જતાં વાહનને બીજા ટેન્કર ચાલકે ઓવરટેક કરવાની કોશિષ કરતાં ટેન્કર ચાલક અંધારામાં ઉભી રાખેલી ટેન્કરની પાછળ ધડાકા સાથે ઘૂસી ગયો હતો. જેમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના આગળના ડ્રાઇવર કેબિનનો ખુરદો બોલી જવા સાથે ટેન્કર કેબિનમાં ફસાઈ ગયો હતો અને મોતને ભેટયો હતો. આ અકસ્માતના બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને કેબીનમાં ફસાયેલા ડાઇવરનો મૃત હાલતમાં બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.