ETV Bharat / state

પાદરા નજીક નર્મદા કેનાલમાં 2 પરપ્રાંતીય યુવાનો ડૂબ્યા, ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી

પાદરા-જંબુસર હાઇવે પરથી ડભાસા પાસે મહલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બે પરપ્રાંતીય યુવાનો ડૂબ્યાં હતાં. તેઓની વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા સઘન શોધખોળ કરવા છતાં પણ મોડી રાત સુધી કોઈ અતોપતો લાગ્યો ન હતો.

પાદરા નજીક નર્મદા કેનાલમાં ન્હાવા ગયેલા બે પરપ્રાંતીય યુવાનો ડૂબીને લાપતા, ફાયરબ્રિગેડે શોધખોળ શરુ કરી

author img

By

Published : Jan 18, 2021, 12:57 PM IST

  • પાદરા નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનો લાપતા
  • ડૂબતાં જોઈ અન્ય મિત્રએ પણ કેનાલમાં છલાંગ લગાવી બચાવવા પ્રયાસ કર્યો
  • ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી

    વડોદરાઃ પાદરાના મહલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પરપ્રાંતીય, યુપીના ફરીદાબાદના 20 વર્ષીય બે યુવાનો ન્હાવા માટે પડ્યાં હતાં. તેમાંથી એક જાવેદ તેને ન્હાવા જવા માટે ના પાડવા છતાં કેનાલમાં ઉતર્યો હતો અને બીજો સૈદાબ તેની પાછળ કેનાલમાં ઉતર્યો હતો. કેનાલમાં ન્હાવા પડ્યાં હતાં ત્યારે જાવેદ ખાન અને સૈદાબ પૈકી બંને યુવાનો કેનાલમાં ડૂબવા લાગતાં તેમાંથી કામદાર રવિએ તેમને બચાવવા માટે અન્ય લોકોની મદદ લઇ કેનાલમાં પડ્યો હતો અને બંને યુવાનોએ બચાવવાના પ્રયત્નો કર્યા હતાં. બંન્ને યુવકોને ડૂબતા જોઈ બચાવવા પડેલ યુવાનને જોકે સ્થાનિકોએ બચાવ્યો હતો.
    ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી

  • બંને યુવકો અંકલેશ્વરથી પથ્થર કાપવા માટેની મજૂરી કરવા પાદરા આવ્યાં

પરંતુ કમનસીબે બંને યુવાનોને બચાવી શકાયાં ન હતાં. બંને યુવાનો પૈકી જાવેદ પહેલા કેનાલમાં ન્હાવા પડ્યો હતો અને તેની પાછળ સૈદાબ ગયો હતો. પરંતુ જે 20 વર્ષીય બંને યુવાનો કેનાલમાં ડૂબતા બુમરાણ મચાવી હતી અને આ સાથી કામદાર રવિ તેમને બચાવવા કેનાલમાં ઉતર્યો હતો. અંક્લેશ્વરથી પાદરા પથ્થર કાપવા માટેની મજૂરી કરવા માટે બે દિવસ પૂર્વે જ આવેલ ચાર કામદારો પૈકી બે કામદારો જાવેદ તેમજ સૈદાબ ઓછું પાણી સમજી અને કેનાલ ઊંડી ન હોય તેવું વિચારીને બંને યુવાનો કેનાલમાં ઉતર્યા હતાં. ત્યારે બે પૈકી એક યુવાનને તરતા આવડતું હતું અને બીજા યુવાનને તરતાં આવડતું ન હતું. બંને યુવાને બચાવવાની કોશિશ કરવા છતાં પણ તે જાતે જ ડૂબી જવા લાગતાં આસપાસના રહીશોએ દોરડું નાખી રવિ વર્માને બચાવ્યો હતો અને યુવાનો પાણીમાં તણાઈ જઇ લાપતા બન્યાં હતાં અને ડૂબી ગયાં હતાં.જ્યારે તમામ બનાવની જાણ પાદરા પોલીસને કરતા પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વડોદરા ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. બંને યુવાનોને મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ યુવાનો મળી આવ્યાં ન હતાં.

ડૂબતાં જોઈ અન્ય મિત્રએ પણ કેનાલમાં છલાંગ લગાવી બચાવવા પ્રયાસ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.