ETV Bharat / state

Vadodara News: હરણીથી ગુમ ટ્વિન્સ બહેનોનો 50 દિવસ બાદ લાગ્યો પત્તો, પોલીસ પ્રોટેક્શનની કરી માગ - મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યુ

વડોદરા શહેરના હરણી વિસ્તારમાંથી ગુમ થયેલી બે કોલિજીયન ટ્વિન્સ બહેનો ખેડાના લિંબાસીથી મળી આવી છે. બંને બહેનોએ પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં એક બહેન સારિકાએ લિંબાસીના ધાર્મિક પટેલ સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું.

પચાસ દિવસ બાદ ખેડા જીલ્લાના માતર તાલુકાના લિંબાસી ગામેથી મળી આવી

author img

By

Published : Apr 9, 2023, 10:34 PM IST

Updated : Apr 9, 2023, 11:07 PM IST

ટ્વિન્સ બહેનો ખેડાના લિંબાસીથી મળી આવી

ખેડા: વડોદરાના હરણી વિસ્તારમાંથી બે કોલિજીયન એવી ટ્વિન્સ બહેનો ગુમ થઈ જવા પામી હતી. જે મામલે ચિંતિત પરિવારજનોએ પોલિસ ફરિયાદ નોંધાવતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બંને ગુમ બહેનો પચાસ દિવસ બાદ ખેડા જીલ્લાના માતર તાલુકાના લિંબાસી ગામેથી મળી આવી છે.

ખેડાથી મળી ટ્વિન્સ બહેનોની ભાળ: બંને બહેનોએ પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યાં તેઓએ પોતાની મરજીથી ઘર છોડી ગઈ હોવાનું જણાવી એક બહેન સારિકાએ લિંબાસીના ધાર્મિક પટેલ સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી પોલિસ સ્ટેશનમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. હાલ સમગ્ર મામલે લિંબાસી પોલિસ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

શું હતો સમગ્ર મામલો ?: વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા વણકર પરિવારની બે જોડિયા બહેનો સારિકા અને શીતલ અચાનક ગાયબ થઈ જવા પામી હતી.બંને બહેનો કોલેજમાં અભ્યાસ કરતી હોઈ ઘરેથી કોલેજ જવાનું કહી નીકળી હતી. જો કે મોડે સુધી પરત નહી આવતા શોધખોળ બાદ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધવાઈ હતી. પોલીસ ધ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાયા બાદ પણ દિવસો સુધી બંનેની કોઈ ભાળ મળી નહોતી.

આ પણ વાંચો: Loan Frauds: લૉન અપાવવાના બહાને પૈસા લઈ ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

મામલો વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો: પોલીસ તપાસના દિવસો બાદ પણ બંને બહેનોના કોઈ સગડ નહી મળતા પરિવારજનોની રજૂઆત બાદ સમગ્ર મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેને લઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા 50 દિવસથી ગુમ બંને ટ્વિન્સ બહેનોની ભાળ મેળવવા ટેક્નોલોજીનો ઉપયોગ કરી વિવિધ એંગલથી વિસ્તૃત તપાસ હાથ ધરાઈ હતી.

મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યુ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી. જે દરમ્યાન ગુમ બહેનોમાંથી સારિકાએ લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે પોતે લિંબાસીના ધાર્મિક પટેલ સાથે લગ્ન કરી લીધા હોવાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. તેમજ બંનેએ પોતાની મરજીથી ધર છોડી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે લિંબાસી પોલિસ દ્વારા વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરાતા બંને યુવતીઓના નિવેદનો લેવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Kajal Hindustani Arrested: ભડકાઉ ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે

પ્રોટેક્શનની કરી માંગ: આ મામલે સારિકાએ જણાવ્યું હતું કે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાંથી સ્ટેટમેન્ટ લેવા માટે અમને લઈ જાય છે. હું મારા હસબન્ડ સાથે જઉ છું અહીંથી લઈ જવાની અને ઘરે લાવવાની જવાબદારી લિંબાસી પોલીસ સ્ટેશન અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની રહેશે એવી બાંહેધરી અમને ક્રાઈમ બ્રાન્ચ એસીપી રાઠોડ સાહેબે આપી છે એમ તેણીએ જણાવી અમને પ્રોટેક્શન આપે તેવી વિનંતિ કરી છે.

Last Updated : Apr 9, 2023, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.