વડોદરા : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે ટ્રિપલ અકસ્માત (Express Highway Accident) સર્જાતા ટ્રકમાં આગ લાગતા એક ટ્રકચાલકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડને (Ahmedabad Fire Brigade) જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ટ્રેલરમાં આગ લાગતા ટ્રેલર ચાલકનું ભડથું
બુધવારે રાત્રે સવા નવ વાગ્યા આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલા ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની પાછળ ધડાકાભેર અથડાયું હતું. જે ધડાકાભેર અથડાતા ટ્રેલરની કેબિનમાં રહેલો સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો હતો. અને એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રેલરના ચાલક નરેશ મહંતો જીવતો ભૂંજાયો હતો.
આ પણ વાંચોઃ Surat road accident: SRP જવાનોની બસને નડ્યો અકસ્માત, 17 જવાનો ઘાયલ
અમદાવાદ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
આ દરમિયાન તેની પાછળ આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે અકસ્માત ગ્રસ્ત વાહનોમાં અથડાતા (Ahmedabad Vadodara Expressway Accident) બચાવવાનો પ્રયાસ કરતા તેણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. અને તે ટ્રક રોડ ક્રોસ કરી બીજી તરફ પટકાઇ ગયો જે ટ્રકમાંથી ઓઇલ ઢોળાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી અમદાવાદના ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક (Traffic on the Express Highway) હલ કર્યો હતો.
આ પણ વાંચોઃ Innovated Unique Glasses: આ ચશ્મા પહેર્યા બાદ ડ્રાઈવિંગ કરતી વખતે નહીં આવે ઉંઘ, જાણો કારણ...