મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં સામાજીક જવાબદારી સમજી તેને ચુસ્ત પણે શહેરીજનો પાલન કરતા થાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર તથા શહેર પોલિસ કમિશ્નર દ્વારા સંયુકત એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવશે. જેમાં કોન્સટેબલ, ટ્રાફિક કોન્સટેબલ, સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થશે. જેઓ સાથે મળી શહેરના વિવિધ વોર્ડમાં ફેરણી કરશે.
શહેરના જાહેરમાર્ગો પર કચરો ફેકનાર, જાહેરમાં થૂંકનાર તેમજ શૌચ કે ગંદકી કરનાર, , ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર, આડેધડ પાર્કિંગ કરનાર સામે તેમજ બાયલોઝ અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરશે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા પ્રત્યે નાગરિકોમાં સ્વયં શિસ્ત જળવાય તે માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવશે..