વડોદરા: શહેરના ફતેગંજ પોલીસ મથકની(Vadodara Fatehganj Police) ટીમે નવાયાર્ડ નાળા પાસેથી મારક હથિયારો ભરેલ (Weapons seized in Vadodara)બે ફોર વ્હીલ કાર સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. જેઓની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઉત્તર પ્રદેશમાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ કરી રાખી હોવાનું સામે આવ્યું હતું. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથકના પી.આઇ અને સ્ટાફના માણસોની સતર્કતાથી લોહિયાળ અથડામણ થતા અટકી છે.
હથિયારો કબ્જે કરી ત્રણ આરોપીની અટકાયત કરી - નાઇટ કોમ્બીંગ દરમિયાન ફતેગંજ પોલીસે નવાયાર્ડ નાળા (Fatehganj Navayard Nala)પાસેથી વર્ના કાર અને થાર ઝીપ ગાડીમાંથી મારક હથિયારો( two luxury vehicles)સાથે મોહમ્મદ કાસીમ ખાન ઇરફાન પઠાણ રહે, ફાતિમા પાર્ક ગોરવા, મુહમ્મદ હુસેન અહેમદ નફિસ પઠાણ રહે, સંતોક નગર સોસાયટી જુના છાણી રોડ અને ઈકબાલ કલ્લુ પઠાણ રહે ચિશ્તીયાનગર, છાણી રોડને ઝડપી પાડ્યા હતા. બન્ને વાહનોમાંથી અણીદાર ખીલ્લાવાળા બેઝબોલ ટાઈપ પાઈપ, લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને વાંસના મજબૂત ધોકા મળી આવ્યા હતા.પોલીસે વાહનો સમેત હથિયારો કબ્જે કરી ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોઃ નવા વર્ષની શરૂઆતમાં 2 ગેરકાયદેસર હથિયારો સાથે આરોપી ઝડપાયા
ગાડીમાં મારક હથીયારો હતા - ફતેગંજ પોલીસ મથકના પીઆઈ કે.પી.પરમારે જણાવ્યું હતું કે અમે સ્ટાફ સાથે નવાયાર્ડ વિસ્તારમાં કોમ્બિંગમાં હતા. તે દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે એક ગાડી જેમાં મારક હથીયારો રાખેલા છે. તપાસ કરતા વર્ના ગાડી માંથી લોખંડની પાંચ પાઇપ જે બેઝ બોલના ધોકા ટાઈપ બનાવેલ હતી. બીજા ખીલ્લા વાળા હથિયારો મળ્યા છે. સ્થળ પર હાજર મહમદ કાસિમ ખાન જે ગોરવા બ્રિજ પાસે રહે છે. તેની પૂછપરછમાં એની બાજુમાં બીજી એક થાર જીપ ટાઈપની ગાડી ઉભી હતી. તેમાંથી પણ દંડા મળી આવ્યા હતા અને મહંમદ અહેમદ નફિસ આ બે આરોપીની ધરપકડ કરી હતી.
યુપીમાં બન્ને ગ્રુપો ત્યાં ચૂંટણી લડતા - પોલીસે હથિયારો રાખવા પાછળનું કારણ પુછતા તેઓએ જણાવ્યું હતું કે અમારી સાથે એક ઈકબાલ હુસેન કરીને છે. તેની સાથે મનદુઃખ હોય અદાવત હોય ગમે ત્યારે કોઈ ઝઘડો થાય તો એને પ્રિકોશન રૂપે ખાળવા માટે આ હથીયારો રાખેલા છે. જેથી તેની દુકાને પણ તપાસ કરતા ચિશ્તીયા નગરમાંથી વાસના બાર દંડા મળી આવ્યા હતા. જેથી ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી બે મૂળ ઉત્તર પ્રદેશના છે અને યુપીમાં આગામી નગરપાલિકાનું ઇલેક્શન છે અને આ બન્ને ગ્રુપો ત્યાં ચૂંટણી લડતા હોય એ અનુસંધાને આ લોકોએ અહીંયા તૈયારી કરી રાખી હતી.
આ પણ વાંચોઃ સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો કર્યા ઝપ્ત
આ લોકોએ હથિયારો તૈયાર રાખ્યા હતા - હાલ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. યુપીમાં નગરપાલિકાનું આગામી 11માં મહિનામાં ચૂંટણી છે તેવું જાણવા મળેલ છે અને અહીંના જે આ બે ગ્રુપો છે એ ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન લડે છે. એક ગ્રુપ અહીંયા પણ છે એટલે એના જો કોઈ પ્રત્યાઘાતો અહીં પડે તો એની તૈયારી રૂપે આ લોકોએ હથિયારો તૈયાર રાખ્યા હતા તેવી માહિતી મળેલી છે. હાલ તે દિશામાં અમારી પૂછપરછ ચાલુ છે.