રાજ્યના વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માનવભક્ષી બનેલા દીપડાઓને જંગલમાં ન છોડી આ પાર્કમાં આશ્રય આપવામાં આવશે, ગુજરાતમાં જંગલ વિસ્તારમાં અંદાજે 1400 જેટલા દીપડાઓ હોવાની જાણકારી આપી હતી.
વડોદરામાં સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને સન્માન સમારોહ સાંસદ મનસુખ વસાવા અને સમાજના અધ્યક્ષ ઈશ્વર વસાવા સાથે પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ સમાજ દ્વારા આદિવાસી ભવન નિર્માણના આયોજનને બિરદાવ્યું હતું અને આ સુવિધાથી સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.