ETV Bharat / state

વડોદરાની MS યુનિ. ફરી આવી વિવાદમાં, ઉત્તરવહી કૌંભાડ આવ્યું સામે

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટી ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ ગઇ છે. કોઈના કોઈ વિષયમાં હંમેશા ચર્ચામાં રહેતી અને ખાસ કરીને વિવાદોની પર્યાય બનેલી એમ.એસ.યુનિવર્સીટી ફરી એક વખત યુનિવર્સીટીમાં ઉત્તરવહીઓ બહાર લઈ જઈને જવાબો લખાવાનું કૌભાંડ સામે આવ્યું છે.

વડોદરા MSU ફરી આવી વિવાદમાં, સપ્લિમેન્ટરી કૌંભાડ આવ્યું સામે
author img

By

Published : May 10, 2019, 12:08 PM IST

મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતા સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહીઓ સંતાડીને બહાર લઈ ગયા બાદ તેમાં જવાબો લખીને પાછી મુકી દેવાનું કૌભાંડ ઝડપાયું હતું. યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સત્તાધીશો એકશનમાં આવ્યા હતા.

આ મામલામાં શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.જોકે આ સમગ્ર મામલે યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીના પટ્ટાવાળા વિદ્યાર્થીઓને ઉત્તરવહી બહાર લઇ જવા દેતા હતા અને પાસ કરાવા માટે રૂપિયા પણ વસુલતા હતા. જોકે આ પટ્ટાવાળા રૂપિયા 900માં ઉત્તરવહી બહાર લઈ જઈ વિદ્યાર્થીઓને આપતા અને વિદ્યાર્થીઓ લખીને પટ્ટાવાળાને પરત કરી દેતા હતા. જે બાદ પટ્ટાવાળા યુનિવર્સીટીમાં રાબેતા મુજબ ઉત્તરવહી પાછી ગોઠવી દેતા હતા.

જોકે હાલતો આ સમગ્ર મામલામાં જે વિદ્યાર્થીઓએ આ રીતે ઉત્તરવહીઓ લખી હશે તે તમામ 20થી વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવશે.જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. યુનિવર્સિટી પટ્ટાવાળાની પૂછપરછ કરાતા તેમણે ઉત્તરવહી બહાર લઈ જવાની કબૂલાત કરી છે.તેમની સામે પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા MSU ફરી વિવાદમાં યુનિવર્સીટીમાં સપલીમેન્ટ્રી બહાર લઈ જઈને જવાબો લખાવવાનું રેકેટ ઝડપાયુ..

વડોદરા એમ.એસ.યુનિવર્સીટી ફરિ એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ છે. કોઈના કોઈ વિષયમાં હંમેશા ચર્ચામાં રહેતી અને ખાસ કરિને વિવાદોની પર્યાય બનેલી એમ.એસ.યુનિવર્સીટી ફરિ એક વાર યુનિવર્સીટીમાં ઉત્તરવહીઓ બહાર લઈ જઈને જવાબો લખાવી પાસ થવાનું કૌભાંડ સામે આવ્યું છે..મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતા સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહીઓ સંતાડીને બહાર લઈ ગયા બાદ તેમાં જવાબો લખીને પાછી મુકી દેવાનુ કૌભાંડ ઝડપાતા શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ સર્જાયો છે.યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સત્તાધીશોએ એકશનમાં આવ્યા હતા. અને આ મામલામાં શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  પોલીસ ફરિયાદ નોંધાવી હતી..જોકે આ સમગ્ર મામલે યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીના પટ્ટાવાળા વિદ્યાર્થીઓને પાસ કરાવા માટેનું રેકેટ સામે આવ્યું છે..જોકે આ પટ્ટાવાળા રૂપિયા ૯૦૦માં સપ્લીમેન્ટ્રીબહાર લઈ જઈ વિદ્યાર્થીઓને આપી અને વિદ્યાર્થીઓ લખીને પટ્ટાવાળાને આપી દેતા અને પટ્ટાવાળા યુનિવર્સીટીમાં રાબેતા મુજબ સપલીમેન્ટ્રી ગેઠવી દેતા હતા..જોકે હાલતો આ સમગ્ર મામલામાં જે વિદ્યાર્થીઓ આ રીતે ઉત્તરવહિઓ લખી હશે તે તમામ ૨૦થી વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવશે..જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ અને યુનિવર્સીટી તપાસ કરી રહી છે..યુનિવર્સીટી પટ્ટાવાળાની પૂછપરછ કરાતા તેમણે ઉત્તરવહી બહાર લઈ જતા હોવાની કબૂલાત કરી છે.તેમની સામે પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરાઈ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.