- દેશમાં કોરોનાનો કહેર યથાવત
- હાલ 18થી 44 વયના વ્યક્તિઓનું ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
- વિવિધ સમાજના ધર્મગુરૂઓ દ્વારા સમાજના અનુયાયીઓ અને નાગરિકોને વેક્સિન લેવાની અપીલ કરી
વડોદરાઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર અને વિવિધ સંગઠનો દ્વારા રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વિવિધ સમાજના ધર્મગુરુઓ દ્વારા નાગરિકોને વેક્સિન લેવાનો અનુરોધ કરાયો છે. શહેરના માંડવી ખાતે આવેલા કલ્યાણ પ્રસાદ મંદિર ખાતે પણ રસીકરણ ઝુંબેશ પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રી આશ્રયકુમારજી મહોદયે તેમના રસી મૂકાવ્યા બાદના અનુભવને શેર કર્યો
મેં આજે રસીકરણની પ્રથમ માત્રા લીધી, તે એક સારો અનુભવ હતો, તે લેતી વખતે મને કોઈ દુખાવો ન હોતો લાગતો, તે ખૂબ સલામત છે. પુષ્ટિમાર્ગ આપણને શિખવે છે, તેવી જ રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ આપણી ફરજ છે, તેવી જ રીતે, સમાજ કલ્યાણ માટે કાર્ય કરવું એ સમાન ભક્તિ છે. હું હજી પણ ઠીક છું અને મારા રોજિંદા કામકાજ કરું છું. હું દરેકને ખાસ કરીને આપણા યુવાનોને પ્રોત્સાહિત કરીશ કે તેઓને એક્સેસ મળે કે તરત જ અને જો તેમની પાસે વિકલ્પ હોય તો તેઓએ કોઈપણ ખચકાટ વિના રસી માટે જવું જોઈએ. કોરોના વાઇરસથી બચવા માટે રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે રોગની સામે લડશે. હું આશા રાખું છું કે લોકો સલામત છે અને રોગથી પીડાતા લોકોને ઝડપથી રિકવરી કરશે.
યુવા આચાર્ય શ્રી શરણમકુમારજી મહોદયે તેમના રસી મૂકાવ્યા બાદના અનુભવને શેર કર્યો
સરકારે જે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કર્યું છે. જવાબદાર નાગરિક તરીકે, મેં મારા દિવસની શરૂઆત રસી લેવાથી કરી. ઘણા લોકો આંદોલન કરી રહ્યા છે અને તેને હળવાશથી લઈ રહ્યાં છે, રસી મૂકાવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું દરેકને વિનંતી કરું છું, કૃપા કરીને રસી મૂકાવો, તે જરૂરી છે. રસી લીધા બાદ મેં થોડા સમય માટે આરામ કર્યો અને હું સામાન્ય રીતે જેમ કામ કરવાનું શરૂ કર્યું, તે લોકોને લાગે છે તેટલું પરિણામ નથી. રોગચાળો વકરી રહ્યો છે અને ઘણા લોકો આપણા પ્રિયજનોને ગુમાવી રહ્યા છે, જો આપણી પાસે રસી લેવાનો વિકલ્પ છે, ચાલો આપણે વહેલી તકે રસી મૂકાવીએ.
રસી લેવી એ ખૂબ આવશ્યક છેઃ દ્વારકેશ લાલજી મહારાજ
દ્વારકેશ લાલજી મહારાજે પણ જણાવ્યું હતું કે, તેમના સમાજના અનુયાયીઓ અને નાગરિકોએ પણ રસીકરણ ઝુંબેશમાં ભાગ લેવો જોઈએ. રસી લેવી એ ખૂબ આવશ્યક છે 18થી 44 વર્ષના યુવાનોએ રસી લેવી જોઈએ અને કલ્યાણરાયજી હવેલી ખાતે 10 તારીખ સુધી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી રોજે 140થી 150 લોકોને રસી મૂકવામાં આવે છે. દ્વારકેશલાલજીના બન્ને પુત્રોએ વેક્સિન લીધી હતી અને યુવાનોને સદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વેક્સિન લેવા લાઇનો લાગી
વ્રજરાજકુમારજી મહોદયે અનુયાયીઓ અને નાગરિકોને રસી મૂકાવાની અપીલ કરી
દેશને કોરોના મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે સરકાર અને ધાર્મિક સંગઠનો દ્વારા પણ રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેરના માંજલપુર ખાતે પણ વેક્સિનેશન કાર્યક્રમ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
તારીખ 1 મેથી 15મેં સુધી વ્રજધામ સંકુલ ખાતે વેક્સિનેશન ડ્રાઇવ નાગરિકો માટે ચાલુ કરવામાં આવી
તારીખ 1 મેથી 15મેં સુધી વ્રજધામ સંકુલ ખાતે વેક્સિનેશન ડ્રાઇવ નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે. શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવચાર્યજીએ પણ સમાજના અનુયાયીઓ અને નાગરિકોને વેક્સિન અવશ્ય લેવી જોઇએ તથા 18થી 45 વર્ષના યુવાનોએ રસી મૂકાવવી જોઇએ તેમ જણાવી તેમણએ રસી મૂકાવવા માટે અપીલ કરી હતી. ભારતના અને રાજ્યના યુવાનો આ રસીકરણના અભિયાનમાં જોડાવા જોઈએ. વ્રજધામ સંકુલ ખાતે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વેક્સિન આપવામાં આવે છે. તેમાં દરરોજ 140થી 150 લોકોને રસી મૂકવામાં આવે છે. સરકારના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.