ETV Bharat / state

વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસની આગામી ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ - કરજણ શહેર પ્રમુખ

કરજણ ટોલનાકા પાસે આવેલી એક હોટેલમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસની મીટીંગ યોજાઈ હતી. જેમાં આગામી કરજણ, પોર, શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા તેમજ તાલુકા-જિલ્લા મહિલા પ્રમુખની વરણી કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલાએ ઉપસ્થિતઓને સંબોધ્યા હતા.

vadodara
કરજણ ટોલનાકા
author img

By

Published : Sep 21, 2020, 7:16 AM IST

વડોદરા : આગામી કરજણ, શિનોર, પોર બેઠકની પેટચૂંટણી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવા બાબતે તેમજ કરજણ તાલુકા જિલ્લા મહિલા પ્રમુખની નવી વરણી કરવા બાબતે કરજણ નજીક આવેલી એક હોટલમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષા જાનકીબેન પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જે બેઠકની શરૂઆતમાં જાનકીબેન પટેલે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સૂતરનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આરોગ્ય સમિતિના ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પેટાચૂંટણી આવી રહી છે. ત્યારે નવી વરણીઓ થઈ રહી છે. એ બદલ સૌને બિરદાવી સંગઠનનું માળખું મજબૂત બનાવવા હાકલ કરી હતી.

કરજણ ટોલનાકા પાસેની હોટેલમાં જિલ્લા મહિલા કોંગ્રેસની આગામી ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રીબા વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી કરવાની જે વાત થઇ રહી છે તે યોગ્ય નથી. સત્તા બહુમતીના જોરે ભાજપ કાર્ય કરતી હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા. સીમાંકન બાબતે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોંગ્રેસનો ગઢ છે, ત્યાં ભાજપે ફેરફાર કરાવ્યાના આક્ષેપો કર્યા હતા. તાલુકા અને જિલ્લા નગરપાલિકામાં અત્યારથી જ એક જૂથ થઈ કામ કરીશું તો આપણે સફળ રહીશું. એમ જણાવી કોંગ્રેસનો પ્રચાર કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. મોંઘવારી મુદ્દે લોકોને સમજ આપવા તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે જે વચનો આપ્યા હતા. તે પૂર્ણ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મહિલાઓને યોજનાઓનો લાભ મળવો જોઇએ જે મળતો નથી. તેમજ ગેસની સબસીડી પણ મળતી નહીં હોવાના આક્ષેપો કર્યા હતા. સ્ત્રી સશક્તિકરણની વાતો પણ પોકળ પૂરવાર થઇ હોવાના આક્ષેપો કર્યા હતા. બહુજન વિકાસ યોજનાઓ કોંગ્રેસ સરકારની દેન હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત કોંગ્રેસને મજબૂત બનાવવા હાકલ કરી હતી. વિધાનસભા પેટા ચૂંટણીની ટિકિટ જેને પણ મળે આપણે કોંગ્રેસની વિચારધારા સાથે ચાલવાનું છે. પક્ષ મહાન છે જે પક્ષ છોડીને ગયા છે, તેઓની હાલત સાઇડલાઇન થઈ ગઈ છે. અંતમાં શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તેમજ નવનિયુક્ત વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ લતાબેને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય, કરજણ તાલુકા પંચાયત અધ્યક્ષા દિપ્તીબેન ભટ્ટ, કરજણ તાલુકા પંચાયત ઉપાધ્યક્ષા રેહાનાબેન કડિવાલા, કરજણ શહેર પ્રમુખ લતાબેન તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.