પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોત્રીના છ નારાધમોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બની છે. વિદ્યાર્થીનીના નગ્ન ફોટા ગ્રુપમાં વાયરલ કર્યા બાદ અકોટા અને ઈએસાઈ હોસ્પિટની આસપાસ આવેલા ઝાડી-ઝાંખળવાળા વિસ્તારમાં વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી હતી.
નરાધમોમાં એક હોમગાર્ડનો જવાન પણ સામેલ છે. ભવન નામનો હોમગાર્ડ વિદ્યાર્થીને ધમકી આપી મોડી રાત્રે બોલાવતો હતો. જ્યાં તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતો હતો. અન્ય ત્રણ પૈકી આરોપી પ્રદિપસિંહ અને નિકુંજ FY.B.comના વિદ્યાર્થી છે. જ્યારે બે આરોપી સગીર છે. તે પણ તકનો લાભ ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા.
આ છ આરોપીઓ પૈકી પ્રદીપ ચૌહાણ યુવતીનો ક્લાસમેટ છે. તેને અકોટા પાસે અર્ધ નગ્ન ફોટા પાડી 30 હજારની માંગણી કરી હતી. પ્રદીપે ફોટા નિકુંજ મારફતે ભવનને ફોટોગ્રાફ્સ આપ્યા હતા. જ્યા ભવને વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરીને 20 હજાર રૂપિયા પડાવ્યા હતા. તે ઉપરાંત યુવતી સાથે તેણે 2 વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ભવન હોમગાર્ડ છે અને સાથે મજૂરી કામ પણ કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે.
આ ગુનામાં કુલ 6 આરોપી છે, જે પૈકી ત્રણ ઝડપાયા છે જેમાં 2 સગીર છે. જ્યારે 2 આરોપી હજી ફરાર છે. ગોત્રી પોલીસે આ ઘટનામાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મુખ્યપ્રધાન આપી પ્રતિક્રિયાઃ
મુખ્યપ્રધાને આ ઘટનાને પગલે પ્રતિક્રિયા આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આ ઘટના નિંદનીય છે, હું તેને વખોળું છું. તેમજ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.