ETV Bharat / state

વડોદરાના ડભોઈમાં આતંક મચાવી રહેલા દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો - હરસિદ્ધિ માતા મંદિર

વડોદરાના ડભોઈમાં હંમેશા દીપડાનો આતંક રહેતો હોય છે. ચાણોદ નવા માંડવાની સીમમાં એક દીપડાએ આતંક મચાવ્યો હતો. જો કે, વન વિભાગે આ દીપડાને પાંજરામાં પૂરી દીધો છે. હજી પણ અનેક દીપડા હોવાની શંકાએ ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે.

વડોદરાના ડભોઈમાં આતંક મચાવી રહેલા દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો

author img

By

Published : Dec 11, 2020, 2:42 PM IST

  • વડોદરાના ડભોઈમાં દીપડાનો આતંક વધ્યો
  • ચાણોદ-નવા માંડવાની સીમમાં દીપડાનો આતંક
  • વન વિભાગે પાંજરા ગોઢવી દીપડાને પકડી પાડ્યો
    વડોદરાના ડભોઈમાં આતંક મચાવી રહેલા દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો
    વડોદરાના ડભોઈમાં આતંક મચાવી રહેલા દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો

વડોદરાઃ ડભોઈના ચાંદોદ-નવા માંડવાની સીમમાં દીપડાનો આતંક થતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પકડી પાડવા માટે કાર્યવાહી કરી દીપડાને પાંજરામાં પૂરી દીધો છે. દોઢ મહિનામાં વન વિભાગે બીજો દીપડો પકડી પાડ્યો છે. વન વિભાગ દીપડાઓની અવરજવરવાળા વિસ્તારને ટ્રેસ કરી દીપડાને પાંજરામાં પૂરે છે. ડભોઈ તાલુકાના ચાંદોદ-નવા માંડવા નજીક હરસિદ્ધિ માતાના મંદિર નજીકની સીમમાં ગોઠવાયેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોના ટોળા દીપડાની એક ઝલક જોવા ઉમટ્યા હતા.

હજી પણ દીપડાઓ હોવાની શંકા થતા ગ્રામજનોમાં ભય

વન વિભાગ સહિત નેચર ફાઉન્ડેશનની ટીમ દીપડો ઝડપાતા સ્થળ આવી પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદમાં આવેલા ગામોમાં કેટલાક સમયથી દીપડાનો આતંક હતો. થોડા દિવસો પૂર્વે પણ એક દીપડો પાંજરે પૂરાયા બાદ આજે શુક્રવારે સાડા ત્રણ વર્ષનો વધુ એક દીપડો પકડાયો હતો. દીપડો પાંજરે પૂરાતા આસપાસના ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ દીપડાએ છેલ્લા દોઢ મહિનાથી કેટલીક બકરીઓ અને કેટલાક વાછરડાઓનું મારણ કર્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ જંગલ વિસ્તાર હોવાથી અને નર્મદા નદીના વિસ્તાર હોવાથી દીપડા હોવાની આશંકા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.