ETV Bharat / state

વધતા કોરોના સંક્રમણને લીધે નાયબ મુખ્યપ્રધાન વડોદરા દોડી આવ્યા

વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતા નાયબ મુખ્યપ્રધાન વડોદરા ખાતે દોડી આવી ઉચ્ચ સ્તરીય મિટીંગ યોજી હતી. મિટીંગમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા કર્યા બાદ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

author img

By

Published : Apr 3, 2021, 10:54 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હોસ્પિટલોને આપી કડક ચેતવણી

  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હોસ્પિટલોને આપી કડક ચેતવણી
  • રાજ્યભરમાં કોરોના દર્દીઓ માટે પુરતા બેડ ઉપલબ્ધ છે
  • દર્દીઓને લૂંટતી લેબોરેટરી પણ બંધ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે

વડોદરા: શહેરમાં કોરોના પોઝિટિવ કેસો વધતાની સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શનિવારે વડોદરા ખાતે દોડી આવ્યા હતા. બપોરથી જ ચૂંટાયેલા પ્રતિનિધી, OSD, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડે બંધ બારણે મિટીંગ શરૂ કરી દીધી હતી. લગભગ 6 કલાક ચાલેલી મિટીંગ બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ કરવામાં આવેલા દર્દીઓની તપાસ કરવા મામલે કમિટીની રચના કરી હોવાનું જણાવ્યું હતું અને જો કોઇએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તેમની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.

નાયબ મુખ્યપ્રધાન વડોદરા દોડી આવ્યા

આ પણ વાંચો: કોરોના બેકાબૂ થતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અધિકારીઓ સાથે યોજી બેઠક

ભાજપનાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓ દ્વારા રાજ્યમાં નાગરિકોને નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે

વડોદરા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે કોરોના સામેની કાર્યવાહી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે વહીવટી તંત્ર દ્વારા વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ કરાશે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. તેની સાથે ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઇ વ્યક્તિને પ્રાથમિક લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવે તો તેવા કિસ્સાઓમાં ઘરમાં આઇસોલેશનમાં રહેવું મુશ્કેલ બની જાય છે અને કોરોનાનો ચેપ પ્રસરવાનો ભય પણ રહે છે. તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે શહેરમાં આવેલા 4 અતિથી ગૃહોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જેમાં તબીબી સારવાર અને નાસ્તો-જમવા સહિતની સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દર્દીઓની ઓળખ કરવા માટે ખાસ નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવી છે

રાજ્યભરની હોસ્પિટલમાં દર્દીઓને બિનજરૂરી દાખલ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ દર્દીનું બીલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કંપનીઓ દ્વારા કર્મીને કોરોનાના ઓછા લક્ષણો હોય તેને હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં બીલ કંપનીઓ દ્વારા ચુકવવામાં આવતું હોવાને કારણે તેને બિનજરૂરી દાખલ કરવામાં આવતા હોવાની ફરિયાદ ધ્યાને આવી હતી. જેને લઇને સરકારી તંત્ર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બિનજરૂરી દર્દીઓની ઓળખ કરવા માટે ખાસ નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી રવિવારથી રાજ્યભરની હોસ્પિટલમાં જઇને એડમીટ કરાયેલા દર્દીઓનો રેકોર્ડ ચકાસશે. જેમાં કોઇ હોસ્પિટલ દ્વારા માપદંડોનું ઉલ્લંઘન કરેલું જોવા મળશેે, તો તે હોસ્પિટલ વિરુદ્ધ એપીડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે

લોકડાઉન લાગુ કરવાની સરકારની વિચારણા નથી

અગત્યની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખાનગી જગ્યામાં બેડ રિઝર્વ કરવાની સત્તા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે અને આ પ્રકારની સુવિધા હાલ પાયોનીયર ઇન્સ્ટીટ્યુટ અને અન્યત્રે ઉપલબ્ધ છે. વડોદરા લોકોને રસી આપવા મામલે રાજ્યમાં બીજા ક્રમાંકે આવે છે. અત્યાર સુધી શહેર અને જિલ્લામાં મળીને પોણા ચાર લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. હાલની તારીખે પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હોવાની વાતને નકારી શકાય તેમ નથી. કોરોના પોઝીટીવ કેસો તો અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા છે. હાલ લોકડાઉન લાગુ કરવાની સરકારની વિચારણા નથી. જો પ્રજા સહકાર આપશે તો લોકડાઉન વગર કોરોનાનું સંક્રમણ અટકાવી શકશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.