આજના હાઈટેક યુગમાં ઈન્ટરનેટ જેટલું ફાયદા કારક છે. તેની સામે તેનું એટલું જ નુકસાન પણ છે, અને આનો સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને થતો હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં એક વિદ્યાર્થીની અભ્યાસમાં હોશિયાર હતી. પરંતુ તેને દેખાદેખીમાં બીજા મિત્રોની જેમ જ મોબાઈલની લત્ત લાગી હતી. ક્લાસમાં દરેકની પાસે સ્માર્ટ મોબાઈલ છે. તેથી વિદ્યાર્થીનીને પણ મોબાઈલ જોઈએ છે. તેવી જીદ કરી હતી. જેથી તેના પપ્પાએ તેને મોબાઈલ લઈ આપ્યો હતો.
વિદ્યાર્થીની મોબાઈલ મળતા તે રાત દિવસ તેમાં રચી પચી રહેતા તેના ફેમિલીએ તેને 12 સાયન્સમાં છે. તો અભ્યાસમાં ધ્યાન આપવાનું અવાર નવાર જણાવતા હતા, પરંતુ વિદ્યાર્થીનીને કોઈ અસર થતી ન હતી, એક દિવસ તેના મમ્મીએ મોબાઈલમાં અન્ય યુવક સાથેના ફોટો જોતા તેને આ વિશે પૂછતાં તેને ભડકાઉ જવાબ આપ્યો હતો. જે દરમિયાન તેનું પરિણામ આવતા તેને ખુબ જ ઓછા માર્ક્સ મળતા પરિવારમા ઝગડો થયો હતો અને ગુસ્સામાં આવી તેના પિતાએ અભ્યાસમાં ધ્યાન આપે તે માટે મોબાઈલ લઈ લેતા વિદ્યાર્થીનીએ પાછો માગતા તેના પપ્પાએ પરત આપ્યો ન હતો. અને અભ્યાસમાં ધ્યાન આપવા કહ્યું હતુ. જેથી વિદ્યાર્થીનીએ હાથમાં ચપ્પુ મારી લીધું હતું, જેથી તેના મમ્મી ગભરાએ ગયા હતા અને મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો.
અભયમ ટીમે તેનું કાઉન્સેલિંગ કરી તેને મોબાઈલનો જરૂર પડતો ઉપયોગ કરવા જણાવ્યું હતું. હાલમાં ખુબ જ અગત્યના 12 સાયન્સમાં છે. જેથી બધું જ ધ્યાન પરીક્ષામાં સફળતા માટે લગાવવું જોઈએ. હાલમાં કારકિર્દી માટે અગત્યનો સમય છે. જેનો સદ્દપયોગ કરી કારકિર્દી બનાવવી જોઈએ. આગળ જીવનમાં પ્રગતિ હશે તો સારી રીતે જિંદગી જશે અને તારા પરિવાર તારા ભલા માટે જ આ બધું કરે છે. આમ સારી રીતે સમજાવતાં તેને પોતાની ભૂલની માફી માગી હતી અને આગામી સમયમાં અભ્યાસમા ધ્યાન આપશે જેની ખાત્રી આપી હતી.