- આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા
- ભાજપે બેઠકોનો દોર શરૂ કર્યો
- સાવલી એપીએમસીમાં વિધાનસભાના દંડકની અધ્યક્ષતામાં તાલુકા સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી
- સાવલી એપીએમસીમાં નગર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારોની મીટીંગ મળી હતી
- જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જ અને વિધાનસભાના દંડકે ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું
વડોદરાઃ જિલ્લાના સાવલી એપીએમસીમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વિધાનસભાના દંડક અને વડોદરા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સાવલી નગર અને તાલુકાના હોદેદારો, કાર્યકરોની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ પેજ સમિતિ સંગઠન અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
પેજ સમિતિઓની રચના બાબતે ચર્ચા કરી માહિતી
આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાંમાં પણ ભાજપા સંગઠન કાર્યરત થયું છે. ચૂંટણીઓમાં સંગઠન લક્ષી, ચૂંટણી લક્ષી અને પેજ સમિતિઓની રચના બાબતે ચર્ચા કરી માહિતી મેળવી રણનીતિ ઘડવામાં આવી રહી છે.
માહિતી મેળવી આગળની રણનીતિ નક્કી કરાઈ હતી
સાવલી એપીએમસીમાં બુધવારે વિધાનસભાના દંડક અને વડોદરા જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જની અધ્યક્ષતામાં સાવલી નગર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સાથે મીટીંગનું આયોજન કરાયું હતું અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં સંગઠન લક્ષી, ચૂંટણી લક્ષી અને પેજ સમિતિઓની રચના બાબતે ચર્ચા કરી માહિતી મેળવી આગળની રણનીતિ નક્કી કરાઈ હતી.
બરોડા ડેરીની ચૂંટણીમાં વિજયી થયેલા રામસિંહ વાઘેલાનું સન્માન કરાયું હતું
તાજેતરમાં બરોડા ડેરીની ચૂંટણીમાં વિજયી થયેલા રામસિંહ વાઘેલાનું સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ધર્મેશ પંડ્યા પૂર્વ મહામંત્રી, મંત્રી ઇલાબેન વ્યાસ, યોગેશભાઈ, પેજ સમિતિ ઇન્ચાર્જ સાવલી સહિતના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.