વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 4 મેના રોજ હિન્દુ દેવી-દેવતાના વાંધાજનક આર્ટવર્કના(MSU Fine Arts Faculty Controversy ) મુદ્દે હોબાળો મચ્યો હતો. એન્યુઅલ ડિસ્પ્લે પહેલા ધમાલ થતાં ડિસ્પ્લે બંધ રખાયુ હતું. વિવાદ વધતાં યુનિવર્સિટીએ સત્ય શોધક કમિટીની રચના કરી હતી. રવિવારે કમિટી મળી હતી, જેમાં 6 વિદ્યાર્થી અને 3 અધ્યાપકોનાં નિવેદન લેવાયાં(Exhibition of indecent pictures of gods and goddesses) છે. આ મામલે 7 તારીખે ABVPના કાર્યકરો દ્વારા ભારે આંદોલન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી જતા મામલો ગરમાયો હતો. જ્યારે દેખાવો કરનાર 31 છાત્રો સામે સયાજીગંજ પોલીસે હુલ્લડનો ગુનો નોંધ્યો છે. હેડ ઓફિસ ખાતે ABVPના કાર્યકરોને ડબ્બામાં ટીંગાટોળી કરી અટકાયત કરી હતી જેને લઇને ABVPના કાર્યકરોએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ પણ વાંચોઃ NSUI Protests: ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ
પોલીસના ઉગ્ર વર્તન સામે વિદ્યાર્થી પરિષદનો વિરોધ - ABVP ગુજરાત પ્રાંત મંત્રી યુતિબહેન (Vadodara ABVP Protest )ગજરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે અમારા કાર્યકર્તા જ્યારે આંદોલન કરતા હતા જ્યારે પોલીસ આવતા વાતાવરણ ગરમ થયુ હતું. મહિલાઓને પણ ઇજા પહોંચી હતી. પોલીસના આવા ઉગ્ર વર્તન સામે વિદ્યાર્થી પરિષદ સતત વિરોધ કરી રહ્યુ છે. વિદ્યાર્થી પરિષદના વિરોધ અને વારંવાર રજૂઆતથી પણ જે ચિત્ર બનાવનાર વિદ્યાર્થી છે તેની વિરૂધ શા માટે યુનિવર્સિટીએ કોઇ પગલાં લીધા નથી. કેમ ડીન આ મામલે જવાબ આપતા નથી, કેમ વીસી આ મામલે આગળ આવી રહ્યા નથી. જ્યારે વીસીને રજૂઆત કરવા જઇએ ત્યારે કહે છે તમારો મોબાઇલ ફોન બહાર મૂકજો, બે લોકો જ આવજો. આવા સવાલો શા માટે? શું તે વિદ્યાર્થીના સવાલો સાંભળવા તૈયાર નથી ? આ એક ધર્મનો વિષય છે આના પર કમિટી બેસાડી તે એક પ્રકારનો ઠોંગ છે. આ મામલે કાર્યવાહી કેમ ન કરવામાં આવી ? કમિટી બેસાડીને શું દર્શાવવા માંગે છે? આગળ પણ વિદ્યાર્થી પરિષદ આ મામલે આંદોલન કરતી રહેશે.
આ પણ વાંચોઃ MSU ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદ : ABVP દ્વારા ઉગ્ર વિરોધના પગલે યુનિવર્સિટી પરિસરમાં શી બની ઘટના જાણો
આજ દિવસ સુધી કોઇ પગલા લેવાયા નથી - 7 તારીખે પોલીસ જે ગેરવર્તન કર્યુ હતુ. વિરોધ કરનાર કિશકાંતી વર્માને હાથમાં ફેક્ચર થયુ હતુ. વિદ્યાર્થીનીઓને હાથે તથા અન્ય જગ્યાએ ન કહી શકાય તેવી જગ્યાએ ઇજા પહોંચી છે. નિયમ અનુસાર બહેન કાર્યકર્તાઓને પકડવા મહિલા પોલીસ હોય તેમ છતાં પણ પુરૂષ દ્વારા પોલીસ બહેન કાર્યકર્તાઓને ઇજા થઇ છે સાથે સન્માનની લાગણી પણ દુભાઇ છે. આ ઘટનામાં ત્રણ બહેનોને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારથી આજ દિવસ સુધી કોઇ પગલા લેવાયા નથી. અમારા કાર્યકરો સાથે તે મામલે અમે ફરિયાદ પણ કરી હતી. પરંતુ આ એક ષડયંત્ર છે અમુક રાજકીય પાર્ટીનું કે પોલીસ તેના દબાણમાં આવીને કામ કરી રહી છે તેવુ લાગી રહ્યુ છે. ચૂંટણી આવવાના સમયે અમારા કાર્યકર્તાઓ તેમાં દેખાય નહીં તે માટે એક ષડયંત્ર રચાયું હોય તેવી લાગી રહ્યુ છે. 7 તારીખે જે ફરિયાદ વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી તેની 8 તારીખે ફરિયાદ કઇ રીતે થઇ શકે છે.